2026 સુધીમાં એક્સપ્રેસ પાર્સલ ડિલિવરી બજારની સાઇઝમાં 28થી 32 ટકાની વૃદ્ધિની શક્યતા
નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વોલ્યુમ અને આવકની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી અને સૌથી વધુ ઝડપથી વિકસતી 3PL એક્સપ્રેસ પાર્સલ (અને હેવી પાર્સલ) ડિલિવરી કંપની ડેલ્હિવરી લિમિટેડ એક્સપ્રેસ પાર્સલ સેગમેન્ટમાં વૃદ્ધિની તકોનો લાભ લેવા સારી રીતે સજ્જ છે.
આ એક્સપ્રેસ પાર્સલ સેગમેન્ટ 28થી 32 ટકાના સીએજીઆર પર વૃદ્ધિ કરવા તૈયાર છે અને નાણાકીય વર્ષ 2019-20માં 2.3 અબજ ડોલરની અંદાજિત સાઇઝથી નાણાકીય વર્ષ 2025-26 સુધી 10થી 12 અબજ ડોલરને આંબી જાય એવી અપેક્ષા છે.
ડેલ્હિવરી નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સંપૂર્ણ ઇ-કોમર્સ વોલ્યુમ (કેપ્ટિવ કંપનીઓ સહિત)નો 20 ટકા બજારહિસ્સો ધરાવતી હતી. ભારતમાં ઓનલાઇન ગ્રાહકોમાં વધારા અને ઇ-કોમર્સ માર્કેટપ્લેસની સાથેદેશની વધતી જીડીપી માથાદીઠ આવક, મધ્યમ વર્ગમાં વધારો, મિલેનિયલ્સ અને જનરેશન ઝેડ જેવી કામ કરતી વસતીમાં વધારો, ઓછો ખર્ચ ધરાવતા સ્માર્ટફોન અને વિશ્વસનિય ઇન્ટરનેટ જોડાણ – ડેલ્હિવરીના વ્યવસાય માટે મુખ્ય વૃદ્ધિકારક પરિબળો છે.
એક્સપ્રેસ ડિલિવરી સેગમેન્ટ ઇ-કોમર્સની વૃદ્ધિ અને ડિલિવરીની સ્પીડ માટે ગ્રાહકોની વધતી અપેક્ષાઓથી સંચાલિત છે. ભારતમાં ઇ-કોમર્સ ઉદ્યોગ નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2019-20 સુધી 31 ટકા વધ્યો છે અને નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં અંદાજે 30થી 33 ટકા વધશે.
કુલ ઇ-કોમર્સ વોલ્યુમ નાણાકીય વર્ષ 2019-20માં અંદાજે 1.5 અબજ શિપમેન્ટનું હતું, જે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 32થી 35ના સીએજીઆર પર 8થી 9 અબજ શિપમેન્ટ થવાની અપેક્ષા છે.
કંપનીએ એની શરૂઆતથી અત્યાર સુધી 1 અબજથી વધારે એક્સપ્રેસ પાર્સલ શિપમેન્ટ ડિલિવર કર્યા છે. કંપનીના શિપમેન્ટનું વોલ્યુમ નાણાકીય વર્ષ 2018-19માં 148.19 ઓર્ડરથી વધીને નાણાકીય વર્ષ 2020-21માં વાર્ષિક ધોરણે 289.20 મિલિયન ઓર્ડર થયું હતું, જે 40 ટકાના સીએજીઆરની વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. 30 જૂન, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રણ મહિનામાં કંપનીએ 101.69 મિલિયન શિપમેન્ટ ડિલિવર કર્યા હતા.
30 જૂન, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રણ મહિનામાં 18,600 સક્રિય ગ્રાહકો કંપનીની એક્સપ્રેસ પાર્સલ ડિલિવરી સર્વિસીસનો ઉપયોગ કરે છે. કંપનીના ગ્રાહકોમાં ઇ-કોમર્સ માર્કેટપ્લેસીસ, વર્ટિકલ ઇ-કોમર્સ રિટેલર્સ, ડી2સી બ્રાન્ડ્સ, ઓમ્નિ-ચેનલ રિટેલર્સ, SMEs, બેંકો અને ધિરાણ સંસ્થાઓ સામેલ છે.
ડેલ્હિવરી એક્સપ્રેસ પાર્સલ ડિલિવરી નેટવર્કે 30 જૂન, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં 17,045 પિનકોડમાં સેવા આપી હતી, જે 30 જૂન, 2021 ભારતમાં 19,300 પિન કોડ (ભારતીય પોસ્ટ મુજબ)ના 88.3 ટકાને આવરી લીધા હતા. કંપની એક જ દિવસમાં અને આગામી દિવસમાં તથા લાંબા અંતરના ઓર્ડર્સ માટે 48થી 96 કલાકમાં 10 કિલોગ્રામ સુધીનું કન્સાઇન્મેન્ટ સંચાલિત કરવાની ક્ષમતા ધરાવે છે.
કંપની ગુણવત્તાની ચકાસણી અને પ્રોડક્ટ રિપ્લેસમેન્ટ સેવાઓ સાથે રિટર્ન માટે રિવર્સ લોજિસ્ટિક્સ જેવી મૂલ્ય-સંવર્ધિત સેવાઓ પ્રદાન કરે છે. આ વ્યક્તિની ઓળખને વેલિડ કર્યા પછી ચોક્કસ વ્યક્તિને ડિલિવરી સહિત વ્યક્તિ-કેન્દ્રિત ડિલિવરી પણ પ્રદાન કરે છે,
શિપર્સ દ્વારા (અને પ્રાપ્યકર્તા નહીં) સરનામા કેન્દ્રિત ડિલિવરી કરવા સરનામા-કેન્દ્રિત ડિલિવરી કરે છે, પ્રાપ્યકર્તાની ઓફર દ્વારા પ્રદાન કરવામાં આવતા ટાઇમ સ્લોટની અંદર ડિલિવરી સહિત સમય-કેન્દ્રિત ડિલિવરી, કેશ ઓન ડિલિવરી અને ડિલિવરી પર પેમેન્ટની અન્ય પદ્ધતિઓ પણ પ્રદાન કરે છે.