જેક્લિન સામે મની લોન્ડરિંગ કેસમાં ૨૦મી ડિસે. સુનાવણી

નવી દિલ્હી, પટિયાલા હાઉસ કોર્ટમાં ઠગ સુકેશ ચંદ્રશેખરના કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં સહ-આરોપી જેકલીન ફનાર્ન્ડિસ સામે આરોપો ઘડવા અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે આ મામલે આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે થશે. ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરનું નામ જાેડાયા બાદ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ઈડી એ પોતાની ચાર્જશીટમાં અભિનેત્રી જેકલીનને આરોપી બનાવી છે, ત્યારથી તેની ધરપકડની માંગ ઉઠી રહી છે. સુકેશ અને જેકલીનનો પરિચય કરાવનાર પિંકી ઈરાનીની પણ ઈઓડબલ્યુ દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી હતી. ૧૫ નવેમ્બરે જ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીનને મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે. ત્યારબાદ પટિયાલા હાઉસ કોર્ટે તેને ૨ લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા.
જાેકે, જેકલીન કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં. આ પહેલા ૧૦ નવેમ્બરે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે જામીન પરનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. જેકલીન ફનાર્ન્ડિસ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરને સંડોવતા ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે સુકેશ ચંદ્રશેખરના ૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે.