21 મે 2022ની અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ
સાઉથ ઈસ્ટર્ન રેલવેના ખડકપુર સ્ટેશન પર ત્રીજી લાઈનના જોડાણને લઈને ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
1. ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ 21મી મે 2022ના રોજ રદ રહેશે.
2. ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 22મી મે 2022ના રોજ રદ રહેશે.