Western Times News

Gujarati News

21 વિધાનસભાઓમાં ચૂંટણી કામગીરી માટે 26625 કર્મચારીઓને રેન્ડમાઈઝેશનમાં આવરી લેવાયા

લોકસભા બેઠકકોના જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં યોજાયું સ્ટાફ રેન્ડમાઈઝેશન

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લાની લોકસભા બેઠકો હેઠળ સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે સ્ટાફનું બીજા તબક્કાનું રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. લોકસભા બેઠકોના જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં બીજા તબક્કાનું સ્ટાફ રેન્ડમાઈઝેશન પૂર્ણ થયું હતું. આ રેન્ડમાઈઝેશનમાં 21 વિધાનસભાઓમાં ચૂંટણી કામગીરી માટે 26,625 કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકોમાં 5459 મતદાન મથકો પર આગામી તારીખ 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે.

બીજા તબક્કાના સ્ટાફ રેન્ડમાઈઝેશનમાં અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર શ્રી પુનિત યાદવ, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી નિરીક્ષક શ્રી અભિનવ ચંદ્રા, ગાંઘીનગર લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર શ્રી વિનય કુમાર,ખેડા લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર શ્રી શશી પ્રકાશ ઝા, ૭-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર અને ચૂંટણી સ્ટાફના નોડલ અધિકારી શ્રી સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.