મુંબઇમાં ‘જલેબીને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા’ સ્લોગન હેઠળ રેલી
શિવસેના ગુજરાતી મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે-મુંબઇમાં ૨૧ ઉદ્યોગપતિ શિવસેનામાં જાેડાયા
મુંબઇ, શિવસેના દ્વારા મુંબઇમાં ‘જલેબીને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપડા’ સ્લોગન હેઠળ રેલી બાદ હવે શિવસેનાએ રસગરબા દ્વારા ગુજરાતી મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
રવિવારના રોજ એટલે કે, ૭ ફેબ્રુઆરીના રોજ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૧ ગુજરાતી ઉદ્યોગપતિઓ શિવસેનામાં જાેડાયા હતા. શિવસેનાને ગુજરાતી ઉદ્યોગપતિઓના પ્રવેશ સાથે આર્થિક મજબૂતી મળી છે. હવે પ્રથમ રેલીમાં શિવસેનાની સફળતા બાદ ફરી એક વખત રેલી યોજીને ભાજપને ફટકો આપવાની તૈયારી કરી રહી છે.