Western Times News

Gujarati News

મુંબઈથી રાજકોટ જતી ટ્રેનમાં રૂ.૧૪ લાખની ૨૧ કિલો ચાંદીની ચોરી

વડોદરા, મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇની આંગડિયા પેઢીના કર્મચારીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સુર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારી રુટિન મુજબ કિંમતી ચીજવસ્તુઓ લઇને જઇ રહ્યા હતા.

જાે કે માર્ગમાં રૂપિયા ૧૪ લાખની એટલે કે ૨૧ કિલો ચાંદીની ચોરી થઇ હોવાની ફરિયાદ રેલવે પોલીસ મથકે નોંધાઇ છે.મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં આંગડિયા પેઢીના કર્મચારીઓના સામાનની ચોરી થઇ છે.

આંગડિયા પેઢીના કર્મીએ સીટ નીચે મુકેલી રૂપિયા ૧૪ લાખની ૨૧ કિલો ચાંદીની ચોરી થઇ ગઇ છે. ગઠિયાઓ આંગડિયા પેઢીના કર્મચારીની બેગ ઉઠાવી ફરાર થઇ ગયા હોવાની પ્રાથમિક માહિતી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇની આંગડિયા પેઢીના કર્મચારીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સુર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારી રુટિન મુજબ કિંમતી ચીજવસ્તુઓ લઇને જઇ રહ્યા હતા.

જાે કે માર્ગમાં રૂપિયા ૧૪ લાખની એટલે કે ૨૧ કિલો ચાંદીની ચોરી થઇ હોવાની ફરિયાદ રેલવે પોલીસ મથકે નોંધાઇ છે.આજે વહેલી સવારે આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે.સૂર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારીઓનું વડોદરા સ્ટેશન પર પહોંચતા તેમની ચાંદી ભરેલી બેગ ચોરી થઇ હોવાનું ધ્યાન ગયુ હતુ.

બેગ ન મળતા આ ત્રણેય આંગડિયા પેઢીના કર્મચારીઓએ આસપાસ તપાસ કરી હતી.જાે કે વસ્તુ ન મળતા અંતે તેમણે પોલીસની મદદ લીધી હતી.આંગડિયા કર્મચારીઓ હંમેશા ટ્રેન મારફતે અથવા તો બસ મારફતે આ પ્રકારની જાેખમી મુસાફરી કરતા હોય છે.

તેમને સુરક્ષા લેવા માટે પણ કહેવામાં આવતુ હોય છે, પણ સુરક્ષા ન રાખતા આ પ્રકારે ચોર-લૂંટારુનો ભોગ બનવાની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના અંગે હાલ તપાસ શરુ કરવામાં આવી છે.રેલવે સ્ટેશનોના સીસીટીવી સહિત ઇલેકટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમના આધારે લૂંટારુઓનું પગેરુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.