જિલ્લા પંચાયતના સભ્ય સહિત 21 વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા
(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રરનગર જીલ્લાના પંચાયત સભ્ય સહીત ભાજપના ર૧ આગેવાન જુગાર રમતાં ઝડપાયા હતા. લખતરના વણા ગામે મહીપાલસિંહ રાણાનું મકાન દુષ્યંતસિ્ંહ રાણા ભાડે રાખીને જુગાર રમાડતાં હોવાની બાતમી મળી હતી.
જેને પગલે દરોડો પાડવામાં આવ્યો હતો. પરંતુ દુષ્યંતસિહ રાણા અને દિવ્યરાજસિંહ રાણા બનાવના સ્થળે હાજર ન હતા. જોકે, હરપાલસિહે રાણા, રાજકોટના ફિરોરજઅલી ગીલાણી લખતરના, દિલાવરસિંહ રાણા, સુરેન્દ્રનગરના ઓમદેવસિંહ રાણા, ઉપલેટાના અશરફભાઈ પીઠડીયા, જીલ્લા પંચાયતના ભાજપના સભ્ય અમથુભાઈ, કચ્છના રોહીતભાઈ ઝાલા, રાજકોટના દિલીપભાઈ ચંચા,
જલારાને દેવીલાલ પટેલ, સંયુકત પાલીકાના સભ્ય ભાવેશભાઈ કોશીયા, હળવદના ધીરજલાલ વ્યાસ, સુરેન્દ્રનગરના સંજયભાઈ શાહ, માળીયા શબ્બીરભાઈ કટીયા, જસદણના ઘનશયામભાઈ કાનાણી, પાટણના સુરેશભાઈ પટેલ રાજકોટના મનોજભાઈ, પટેલ વિપુલભાઈ સરેરીયા, મુળીના રાજેશભાઈ ત્રિવેદી, દેવેન્દ્રસિંહ પરમાર વિષ્ણુસિંહ પરમાર વગેરેરને ઝડપી લીધા હતા.
તમામ પાસેથી રૂ.૩,પ૭,૪૦૦ ટેબલ ખુરશી અને પ્લાસ્ટિકનો ટોકન તેમજ મોબાઈલ મળીને રૂ.૪,રર,૮૦૦નો મુદામાલ કબજે કરાયો હતો. ભાજપના ચૂંટાયેલા સદસ્યો પકડાતા જીલ્લાભરમાં ચકચાર મચી હતી.