Western Times News

Gujarati News

ગુજરાતના ૨૧ રેલવે સ્ટેશનો બનશે વર્લ્ડ ક્લાસ

નવી દિલ્હી, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આગામી એક વર્ષમાં કુલ ૧૩૦૦ રેલવે સ્ટેશનોની કાયાકલ્પ થશે. સરકાર રેલ યાત્રીઓને શાનદાર સુવિધાઓ આપવાની શરુઆતી તબક્કામાં ૫૦૮ રેલવે સ્ટેશનો પર ૨૪,૪૭૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આગામી બે વર્ષમાં આ તમામ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવો સરકારનો ઈરાદો છે. 21 railway stations of Gujarat will become world class under Amrit Bharat Station Yojana

આ રેલવે સ્ટેશનો પર રુફ પ્લાઝા બનાવશે એટલે કે ટ્રેક પર રુફ હશે. આ ઉપરાંત નવા રેલવ સ્ટેશન પર સર્વ સુવિધાયુક્ત રનિંગ રુમ પણ બનાવશે. શહેરના બે કિનારાને યોગ્ય એકીકરણ સાથે આ સ્ટેશનોને સિટી સેન્ટર તરીકે વિકસિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યો છે.

સ્ટેશન ભવનોની ડિઝાઈન સ્થાનિક સંસ્કૃતિ, વિરાસત અને વાસ્તુકલાથી પ્રેરિત હોય છે. આ રેલવે સ્ટેશન તે શહેર અથવા સ્થાનની સુંદરતાને પ્રદર્શિત કરશે. દેશમાં જે ૫૦૮ રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવામાં આવશે,

જેમાં ૧૮ રેલવે સ્ટેશન આંધ્ર પ્રદેશ, આસામના ૩૨, બિહારના ૫૦, છત્તીસગઢના સાત, નવી દિલ્હીના ત્રણ અને ગુજરાતના ૨૧ રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત હરિયાણાના ૧૫, હિમાચલ પ્રદેશના એક, ઝારખંડના ૨૦, કર્ણાટકના ૧૩, કેરલના પાંચ, મધ્ય પ્રદેશના ૩૪ રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી લૈસ બનાવવામાં આવશે. મહારાષ્ટ્રના ૪૪, નોર્થ ઈસ્ટમાં મેઘાલય અને નાગાલેન્ડમાં એક-એક સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે.SS1MS

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.