મેં દયાભાભીના રોલ માટે ઓડિશન આપ્યું હતુ પણ હજુ સુધી ફોન આવ્યો નથી-ઐશ્વર્યા સખુજા

ઓડિશન કેવું રહ્યું તે અંગે વાત કરતાં ઐશ્વર્યાએ કહ્યું, મને ગમ્યું હતું અને જેણે ઓડિશન લીધું હતું તેને પણ પસંદ આવ્યું હતું
અભિનેત્રી ઐશ્વર્યા સખુજાએ પ્રતિક્રિયા આપી”મેં દયાભાભીના રોલ માટે ઓડિશન આપ્યું હતુ પણ હજુ સુધી ફોન આવ્યો નથી”
મુંબઈ,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબા ચાલનારા શો પૈકીનો એક છે. આ શોના પોપ્યુલર પાત્રો પૈકીનું એક દયાબેનનું છે. આ રોલ દિશા વાકાણી ભજવતી હતી પરંતુ ૨૦૧૭માં તે મેટરનિટી લીવ પર ગઈ ત્યારથી પાછી નથી આવી. ફેન્સ છેલ્લા પાંચ વર્ષથી દિશાની વાપસીની રાહ જાેઈ રહ્યા છે. દિશા વાકાણી હવે શોમાં પાછી નહીં આવે તેવું લાગતાં મેકર્સે નવી અભિનેત્રીને દયાબેનના રોલમાં લેવાની તૈયારી કરી હતી. શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ પણ કહ્યું હતું કે, તેઓ જલ્દીથી જ શોમાં દયાબેનને લઈને આવશે. તાજેતરમાં જ મીડિયામાં અહેવાલો આવ્યા હતા કે ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાએ દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું છે.
હાલમાં જ ૩૫ વર્ષીય ઐશ્વર્યાએ સ્વીકાર્યું કે, તેણે ખરેખર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે ઓડિશન આપ્યું હતું. જાેકે, પછી શું થયું? ઐશ્વર્યાના મોઢે જ જાણી લો. “હા, મેં રોલ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ મને નથી લાગતું કે હું આ રોલ કરી શકીશ. મને હજી સુધી કન્ફર્મેશનનો ફોન નથી આવ્યો”, તેમ ઐશ્વર્યાએ જણાવ્યું. ઐશ્વર્યાને કેમ એવું લાગે છે કે તેની પસંદગી નથી થઈ? આ સવાલનો જવાબ આપતાં તેણે કહ્યું, મેં ૨૦-૨૫ દિવસ પહેલા ઓડિશન આપ્યું હતું. મને લાગ્યું કે તેમને દયાબેનના પાત્રને બતાવવાની ઉતાવળ હતી. એટલે મને ઓડિશન માટે બોલાવાઈ હતી. સામાન્ય રીતે અમને અઠવાડિયામાં જ ફોન આવી જાય છે.
પરંતુ અહીં લાંબો સમય થઈ ગયો છે એટલે મને નથી લાગતું કે હું પસંદ થઈ છું. ઓડિશન કેવું રહ્યું તે અંગે વાત કરતાં ઐશ્વર્યાએ કહ્યું, મને ગમ્યું હતું અને જેણે ઓડિશન લીધું હતું તેને પણ પસંદ આવ્યું હતું. અમે સૌ હસી રહ્યા હતા. પહેલી વાત કે આ આઈકોનિક પાત્ર છે અને આગળ વધવું અને તેના માટે ટેસ્ટ આપવી મોટી વાત છે. બીજું કે મેં ક્યારેય ગુજરાતી ઉચ્ચારણો આવે તેવો રોલ નથી કે આટલું લાઉડ પાત્ર નથી ભજવ્યું. આ વાત મને પડકારરૂપ લાગી એટલે જ મેં ઓડિશન આપ્યું હતું.
ઓડિશન પહેલા દિશા વાકાણીએ આ પાત્ર કેવી રીતે ભજવ્યું હતું તે જાેયું હતું? “હા મેં થોડા સીન જાેયા હતા પરંતુ તેની બોલવાની ઢબ કે ઉચ્ચારણ કોપી નહોતા કર્યા. હું તેને વધારે સુસંગત બનાવવા માગતી હતી કારણકે અગાઉ કોઈ એક્ટર તેને ભજવી ચૂક્યું છે ત્યારે તે ગુણવત્તા જળવાઈ રહેવી જાેઈએ. દયાબેન ગાંડપણથી ભરેલું પાત્ર છે અને હું અસલ જિંદગીમાં તેનાથી તદ્દન વિપરીત છું.”, તેમ ઐશ્વર્યાએ ઉમેર્યું. અગાઉ અહેવાલ હતા કે ‘હમ પાંચ’ની અભિનેત્રી રાખી વિજાન દયાબેનનો રોલ કરવાની છે. જાેકે, રાખીએ પણ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તે શોમાં દિશા વાકાણીનું સ્થાન નથી લઈ રહી. ૧૪ વર્ષથી આ સીરિયલ ચાલી રહી છે ત્યારે કેટલાક કલાકારોએ શો છોડી પણ દીધો છે. ટપ્પુના રોલમાં અગાઉ ભવ્ય ગાંધી જાેવા મળતો હતો.ss1