Western Times News

Gujarati News

ભારતી સિંહ અને હર્ષનો દીકરો લક્ષ ખૂબ જ ક્યૂટ છે

લક્ષનો ચહેરો દેખાડવા માટે ભારતી અને હર્ષે આખો રૂમ વાદળી, સફેદ અને સિલ્વર ફુગ્ગાથી સજાવ્યો હતો

ત્રણ મહિનાનો થતાં દેખાડ્યો ચહેરો

મુંબઈ,ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા હાલ પેરેન્ટહૂડ એન્જાેય કરી રહ્યા છે. ૩ એપ્રિલના રોજ કપલના ઘરે દીકરાનો જન્મ થયો, જેનું નામ તેમણે લક્ષ પાડ્યું છે અને પ્રેમથી તેઓ તેને ‘ગોલા’ કહીને બોલાવે છે. દીકરાના જન્મ બાદ કોમેડિયન તેની સાથેની તસવીરો તો શેર કરતી રહેતી હતી પરંતુ ચહેરો હંમેશા છુપાવતી હતી. જાે કે, લક્ષ ત્રણ મહિનાનો થતાં આખરે તેણે તેનો ચહેરો દેખાડી દીધો છે. અલગ જ અંદાજમાં લક્ષને ફેન્સને દેખાડતાં ર્રૂે્‌ેહ્વી પર ચેનલ ધરાવતા ભારતી અને હર્ષે એક વ્લોગ શેર કર્યો છે.

વીડિયોની શરૂઆતમાં ભારતી સિંહ લક્ષનો ચહેરો દેખાડવાની ખુશી વ્યક્ત કરતી જાેવા મળી. તેણે ત્યારબાદ દીકરાનો રૂમ પણ દેખાડ્યો, જેમાં મોટાભાગની વસ્તુઓ કસ્ટમાઈઝ્‌ડ દેખાઈ. લક્ષનો ચહેરો દેખાડવા માટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ આખો રૂમ વાદળી, સફેદ અને સિલ્વર ફુગ્ગાથી સજાવ્યો હતો. તો વ્હાઈટ કલરના આર્ટિફિશિયલ ફ્લાવર ડેકોરેશનની સુંદરતામાં વધારો કરતાં હતા. કેટલાક ફુગ્ગા પર ‘લક્ષ’ પણ લખવામાં આવ્યું હતું.

 

ખુશીઓના ટુકડા માટે ભારતી અને હર્ષે કેક બનાવડાવી હતી. મેંગો ફ્લેવરની કેક પર ‘લક્ષ’ અને ‘૩ મંથ્સ’ લખેલું હતું. દીકરા લક્ષને જે રીતે દેખાડવામાં આવ્યો તે ખૂબ જ અદ્દભુત હતું. લક્ષના રૂમમાં એક મોટું બોક્સ રાખવામાં આવ્યું હતું. જેમાં અંદર તેને સૂવડાવવામાં આવ્યો હતો. કપલે બોક્સ બોલીને લક્ષને દેખાડ્યો હતો. રેડ અને વ્હાઈટ કલરના આઉટફિટમાં લિટલ મંચકિન ક્યૂટ લાગતો હતો. ગોલાનો ચહેરો દેખાડ્યા બાદ, તેને બહાર નીકાળાયો હતો અને બંને તેની સાથે રમવા લાગ્યા હતા. હર્ષે લક્ષને પકડી રાખ્યો હતો જ્યારે ભારતીએ તેના વતી કેક કટ કરી હતી. એકબીજા સાથે મજાક-મસ્તી કરવા માટે જાણીતા ભારતી અને હર્ષ અહીં પણ સીધા રહ્યા નહોતા.

કોમેડિયને દીકરો તેના પર ગયો હોવાનું કહ્યું હતું અને તે મોટો થઈને ‘મમ્માસ બોય’ બનશે તેમ કહ્યું હતું. દીકરામાં તેના જેવા ગુણ હોવાનું પણ તેણે કહ્યું હતું. જેના પર હર્ષે કહ્યું હતું કે, લક્ષમાં તેના પણ કેટલાક ગુણ છે. ત્યારબાદ તેણે મજાકમાં કહ્યું હતું ‘બસ એક સમસ્યા રહી ગઈ, માની જેમ બાળકની ગરદન નથી. ગરદન વગરનું બાળક થયું છે’. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના દીકરાનો ચહેરો જાેવાની રાહ જાેઈ રહેલા ફેન્સ વીડિયો જાેઈને ખુશ થયા હતા. તેમનું કોમેન્ટ સેક્શન લક્ષ માટેના પ્રેમ અને આશીર્વાદથી ભરાઈ ગયું હતું. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.