ગોધરામાં જાહેર શૌચાલયની બહાર જુગારધામ પર સ્ટેટમોનીટરીંગ સેલની ટીમનો દરોડો
ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં જુગારધામ પર સ્ટેટમોનીટરીંગ સેલ સપાટો
ગોધરા,ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલય ના બહાર શહેર પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા જુગારધામ પર સ્ટેટમોનીટરીંગ સેલ ની ટીમે દરોડો પાડતા સાત જુગારીયાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે 21 હજાર નો મુદ્દામાલ કબ્જે લઈ 8 જુગારીયાઓ સામે શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે જુગારધારા હેઠળ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલયમાં ના બહાર લાંબા સમય થી વરલી મટકાનો જુગાર ધમતધામતો હોવાની બાતમી ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને મળતા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતા સ્થળ પર થી સાત જુગારીયાઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. અચાનક પડેલા દરોડા ના પગલે ભારે દોડધામના પણ દ્રશ્યો સર્જાયા હતા.
અને પોલીસનો કાફલો જોઈ લોકટોળા પણ ઉમટ્યા હતા પોલીસે સ્થળ પર થી મહમદ રફીક મિસ્ત્રી,ઇસાક સલીમ શેખ,આકાશકુમાર જ્યંતિલાલ મકવાણા,મહમદ હનીફ મુર્તુજાખાન પઠાણ,મુકેશભાઈ ઉર્ફે બોડો ભાવાભાઇ નાયક,અશ્વિન ભાઇલાલ રાણા,જીતેન ઉર્ફે બન્ટુ રતિલાલ પ્રજાપતિ નાઓને ઝડપી પાડ્યા હતા. અને જુગારીયા ઓની અંગ ઝડતી દરમ્યાન કુલ રૂ,10.570 અને 4 મોબાઇલ ફોન મળી કુલ રૂ,21,000 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
જયારે જુગારધામનો મુખ્ય સંચાલક મહમદ રફીકખાન ઉર્ફે મહમદ બીડી શેરઅલીખાન પઠાણ નાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. જુગારધામનો મુખ્ય સૂત્રધાર પોતાના માણસો નોકરી પર રાખી જુગારનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અચાનક દરોડાના પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.
વીતેલા અઠવાડિયા દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શહેર માં ચાલતા બે જુગારધામો પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક પોલીસ માં પણ ફફડાટ ફેલાયો છે. ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં લાંબા સમય થી આ પ્રકારના જુગારની પ્રવૃતિઓ ધમધમતી હોવા છતાં સ્થાનિક પોલીસ તેને બંધ કરાવવામાં નિષ્ફ્ળ નીવડી છે.
તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા