અમદાવાદમાં છેલ્લા ૪ વર્ષમાં રર.પ૦ લાખ વૃક્ષ બળી ગયાઃ સર્વે
વૃક્ષારોપણ દરમ્યાન મોટાભાગના રોપા અપુરતી સાવચેતીના પરિણામે બળી જાય છે અને ખર્ચ એળે જાય છે.
અમદાવાદ શહેરમાં રોપવામાં આવેલ ૫૫.૩૮ લાખ વૃક્ષો પૈકી ૬૦% વૃક્ષો સર્વાઇવલ કરી ગયા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે જેમાં છુટાછવાયા રોપા, મીંયાવાંકી તેમજ ઓક્સિજન પાર્ક મુખ્ય છે. તંત્ર દ્વારા જે રોપા લગાવવામાં આવે છે તેમાંથી મોટાભાગના રોપા અપુરતી સાવચેતીના પરિણામે બળી જાય છે અને ખર્ચ એળે જાય છે.
મ્યુનિ. તંત્ર દ્વારા થોડા સમય પહેલા રેન્ડમ સર્વે કરી જાહેર કરવામાં આવ્યંુ હતું કે છેલ્લા ૪ વર્ષમાં જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમાંથી માત્ર ૪૦ ટકા રોપા બળી ગયા છે તંત્રના આ દાવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
મ્યુનિ. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા છેલ્લા ચાર વર્ષમાં રૂા.૨૦ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરી ૫૫.૩૮ લાખ વૃક્ષો રોપવામાં આવ્યા હતાં થોડા સમય પહેલાં આ તમામ સ્થળોનું રેન્ડમ ચેંકીગ કરીને એક રીર્પોટ તૈયાર કરવામાં આવ્યો હતો
જેમાં સામે આવ્યું કે અમદાવાદ શહેરમાં રોપવામાં આવેલ ૫૫.૩૮ લાખ વૃક્ષો પૈકી ૬૦% વૃક્ષો સર્વાઇવલ કરી ગયા અને ૪૦ % વૃક્ષો એટલે કે ૨૨.૧૫ લાખ બળી ગયાં હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક માસ કે બે માસમાં ૨૨.૧૫ લાખ વૃક્ષો બળી ગયાં તેની ગણતરી કેવી રીતે કરવામાં આવેલ છે ?
આ ગણતરી કરવા માટે સેમ્પલની પસંદગી કેવી રીતે કરવામાં આવી ? અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા તૈયાર કરેલા રીર્પોટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ૫ વર્ષમાં ૨૨૭ ચો.મી.થી ૨,૭૯,૭૬૧ ચો.મી ક્ષેત્રફળના ૧૦૪ પ્લોટમાં ગીચ વૃક્ષારોપણ કરાયું છે અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં ગ્રીન કવર ૧૨% થી વધારીને ૧૫ % સુધી લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા સને ૨૦૨૨માં શહેરમાં ૨૧ લાખ વૃક્ષો રોપવાનું આયોજન હતું પણ વર્ષ દરમ્યાન ૨૦.૭૫ લાખ વૃક્ષો રોપવાની કામગીરી થઈ હતી. અમદાવાદ શહેરમાં રોપવામાં આવેલ ૫૫.૩૮ લાખ વૃક્ષો પૈકી ૨૦ લાખ વૃક્ષો તો પીપીપી ધોરણે રોપવામાં આવ્યાં હતાં
રેન્ડમ ચેંકિગ કરીને રીર્પોટ તૈયાર કરાયો તેમાં જાણવા મળેલ કે ૬૦% વૃક્ષો સર્વાઇવ કરી રહયાં છે જ્યારે ૪૦% વૃક્ષો બળી ગયા છે. કોઇ પણ રેન્ડમ સર્વેના આધારે વાસ્તવિક પરિસ્થિતિની કેવી રીતે ખબર પડી શકે તે મોટો સવાલ છે છેલ્લા પાંચ વર્ષમાં એક એક વૃક્ષની ગણતરી કરીને વાસ્તવિક પરિસ્થિતિ જાેવી જાેઇએ.
રેન્ડમ સર્વેના નામે હવા માં ગોળીબાર કરવાનું બંધ કરવું જાેઇએ. કલીન સીટી – ગ્રીન સિટી- લવેબલ અને લીવેબલ સીટી-સ્લમ ફ્રી સીટી – અમદાવાદ નં ૧ – અમદાવાદ શહેરને શાધાંઇ જેવું “સૈાનો સાથ સૈાનો વિકાસ” વિ. સુત્રો બોલવાથી કે માત્ર બણગાં ફૂંકવાથી શહેરનો વિકાસ થવાનો નથી
એને માટે જરૂરી દુરંદેશી અને ઇચ્છાશકિતનો ભાજપના શાસકો પાસે અભાવ છે અમદાવાદ શહેરના વિકાસ માટે મ્યુ.કોર્પો દ્વારા શહેરમાં ગ્રીનરીઝ વધારવા તાકીદે કાર્યવાહી કરી શહેરને સાચા અર્થમાં ગ્રીન સીટી બનાવવા કાર્યવાહી થવા કોગ્રેસ પક્ષની માંગણી છે