Western Times News

Gujarati News

ટી૨૦ મેચ જાેવા ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા IIM-A કેમ્પસમાં કોરોના પ્રવેશ્યો

IIM-Aમાં કોરોનાના ૨૨ કેસ, ૮૦ રૂમો માઈક્રો કન્ટેન્ટમેન્ટ કોરોનાના કહેરનો શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તાંડવ-ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જાેવા ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં કોરોના પ્રવેશ્યો

અમદાવાદ,  કોરોનાનો કહેર હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તાંડવ કરી રહ્યો છે. અમદાવાદમાં આવેલ દુનિયાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં એક સાથે ૨૨ કોરોના કેસ મળી આવતા તંત્ર પણ અવાચક થઈ ગયું હતું. આ સાથે જ આઈઆઈએમના જૂના કેમ્પસમાં ૮૦ જેટલા રુમને માઈક્રો કન્ટેમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યા છે. 22 Covid-positive cases in IIM Ahmedabad after a bunch of students attended the India vs England T20 match on March 12.

આઈઆઈએમએના અધિકારીઓએ દાવો કર્યો કે કેમ્પસમાં કોરોના ૧૨ માર્ચે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટી૨૦ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જાેવા ગયેલ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ્યો હતો. ૧૪ માર્ચના રોજ આ વિદ્યાર્થીઓના ગ્રુપ પૈકી ૬ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

આઈઆઈએમએના અધિકારીઓએ કહ્યું કે, જાેકે ૨૩ માર્ચ સુધી કોઈ ખાસ કેસ નોંધાયા નહોતા પરંતુ આ દિવસે એક જ દિવસમાં ૧૧ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જાેકે આમ અચાનક કોરોના કેસ વધવા પાછળ જૂના કેમ્પસમાં આવેલ પીજીપી-૨ના વિદ્યાર્થીઓએ નામ ન આપવાની શરતે આરોપ મુકતા કહ્યું કે ઇન્સ્ટિટ્યુટ દ્વારા આ પોઝિટિવ વિદ્યાર્થીઓને ન તો આઇસોલેટેડ કરવામાં આવ્યા હતા ન તેમને ૧૮-૧૯ માર્ચના રોજ યોજાયેલ ઓફ લાઇન એક્ઝામમાં બેસવાથી રોકવામાં આવ્યા હતા. જેના કારણે કોરોના સંક્રમિતો બીજા બધાના સંપર્કમાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જાેખમ ઊભું થયું હતું.

વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે ૧૮થી ૨૦ માર્ચ દરમિયાન ૬ પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેના પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ૫-૬ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. અને બીજા દિવસે પણ ટેસ્ટમાં પાંચ કરતા વધુ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. તેમને પરીક્ષા પછી જ આઈસોલેટ કરાયા હતા.

જેના કારણે બધા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થયા છે. જાેકે આઈઆઈએમએની અધિકારીઓ દ્વારા આ દાવાને પોકળ અને જૂઠો જણાવી ફગાવી દેવામાં આવ્યો છે.

આઈઆઈએમએના અધિકારીઓએ જણાવ્યું કે, ૧૨ માર્ચના રોજ કેટલાક વિદ્યાર્થીઓ મેચ જાેવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જે બાદ તેઓ ૧૬ માર્ચના રોજ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ મંગળવાર સુધીમાં આ આંકડો ૨૨ પહો પહોંચ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને તેના પરિવારજનો સામેલ છે. જેવો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે હોસ્ટેલના વોર્ડને તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ બહાર જઈ શકશે નહીં અને પોતાની તમામ જરુરિયાતની વસ્તુઓ લઈને ક્વોરન્ટિન હોસ્ટેલમાં રહેવા જાય.

આ સાથે એવો પણ દાવો આઈઆઈએમએ દ્વારા કરવામાં આવ્યો કે, પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી ૧ કલાકમાં જ વિદ્યાર્થીઓને ક્વોરન્ટિન હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેવા કોઈ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. કેટલાક વિદ્યાર્થીઓએ બેસવા દેવામાં આવે તેવી અપીલ કરતા કહ્યું હતું કે તેઓ કોઈ ગંભીર અસર અનુભવી રહ્યા નથી અને બિલકુલ રીતે સારું અનુભવ કરી રહ્યા છે.

જાેકે તેમની આ અપીલને પણ નકારી કાઢવામાં આવી હતી. જેથી આ પ્રકારના કોઈપણ દાવાઓ કે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા દેવામાં આવતા કેમ્પસમાં કોરોના ફેલાયો છે તે બિલકુલ ખોટા છે.

આઈઆઈએમએમાં કેસ વધતા કોર્પોરેશન દ્વારા સર્વેલન્સ અને ટેસ્ટિંગને વધારીને કોરોના સંક્રમણને ફેલાતું નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના માટે ૮૦ જેટલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.