Western Times News

Gujarati News

લાંભામાં ૨૨ ગેરકાયદે કોમર્શિયલ કાચા શેડને જમીનદોસ્ત કરાયા

બે સાઇટને ગેરકાયદે જાહેરાતના મામલે કુલ એક લાખનો દંડ ફટકારાયો 

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા શહેરનાં ગેરકાયદે બાંધકામ સામે ચાલતા ઓપરેશન ડિમોલિશન હેઠળ તંત્ર ગુરુવારે દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં ત્રાટક્યું હતું. આ વોર્ડમાં કોમર્શિયલ પ્રકારના ૨૨ કાચા શેડ એસ્ટેટ વિભાગની ટીમે જમીનદોસ્ત કર્યા હતા.

દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા લાંભા વોર્ડની ટીપી સ્કીમ નં.૧૨૫માં નારોલ વિસ્તારમાં ચિરિપાલ ઇન્ડસ્ટ્રીઝથી વિસ્તારમાં ચિરિપાલ ઇન્ડસ્ટ્રીઝથી સૈજપુર ગામ તરફ જતા ૧૨ મીટર પહોળાઈના જાહેર રોડ પરથી કોમર્શિયલ પ્રકારના ૨૨ કાચા શેડના બાંધકામને હટાવાયું હતું.

જ્યારે ટીપી સ્કીમ નં.૮૧, ફાઇનલ પ્લોટ નં.૫૮માં લાંભા વિસ્તારમાં આઇસર સર્વિસ પાછળ આવેલ શ્યામ-૨૪૨ નામે ઓળખાતી સાઇટ અને ટીપી સ્કીમ નં.૮૨, ફાઇનલ પ્લોટ નં.૮૧માં લાંભા વિસ્તારમાં મેપલ બંગ્લોઝ પાસેની કળશ હાઈટ્‌સ તરીકે ઓળખાતી સાઇટ પર ગેરકાયદે પ્રદર્શિત કરેલી જાહેરાતના દંડ પેટે તંત્રે રૂ.૫૦-૫૦ હજાર મળીને કુલ રૂ.એક લાખ વસૂલ્યા હતા.

જ્યારે જાહેર ખબર વિભાગ દ્વારા મણિનગરમાં કાંકરિયા જિરાફ સર્કલ પાસે આવેલી સ્ટાર-૧૧ હેલ્થ એન્ડ જિમ દ્વારા પ્રદર્શિત કરાયેલી ગેરકાયદે જાહેરાતના દંડ પેટે રૂ.૪૫૦૦ વસૂલીને વિભિન્ન રોડ પર ગેરકાયદે પ્રદર્શિત કરાયેલાં જાહેરાતનાં કુલ ૩૩ બોર્ડ-બેનર્સ દૂર કરાયાં હતાં.

ઉપરાંત તંત્ર દ્વારા ઘોડાસરના પી.ડી.પંડ્યા કોલેજ રોડ, શાહઆલમની પી એન્ડ ટી કોલોની, આવકાર હોલ ચાર રસ્તાથી ગુરુજીબ્રિજ સુધીનો રોડ, નારોલ સર્કલ અને તેની આજુબાજુ, ઈસનપુરબ્રિજથી પારસનગર થઈ ગેબનશા પીરની દરગાહ સુધીના રોડ સહિતના રોડ પરથી નવ લારી, ૨૯ પરચૂરણ માલ-સામાન જપ્ત કરાયો હતો તેમજ ૧૭ વાહનોને લોક મારી રૂા.પાંચ હજાર વહીવટીચાર્જ પેટે વસૂલાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.