દેશના ૨૨ ટકા સુપર રિચ નાગરિકો વિદેશમાં સ્થાયી થવાની વેતરણમાં

મુંબઈ, ભારત કરતા વધારે સારા જીવનધોરણ અને બિઝનેસ માટે અનુકૂળ માહોલ જેવા પરિબળોના કારણે સુપર રિચ ભારતીયોમાંથી ઓછામાં ઓછા ૨૨ ટકાને પરદેશમાં સ્થાયી થવાની ઈચ્છા છે.
૧૫૦ અતિ ધનિકોના સર્વેમાં બહાર આવેલા તારણ મુજબ, મોટાભાગના સુપર રિચને યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા સ્થાયી થવાની ઈચ્છા છે. યુએઈની ગોલ્ડન વિઝા સ્કીમના કારણે આ દેશ પણ આકર્ષણનું કેન્દ્રનું છે.
દેશની અગ્રણી વેલ્થ મેનેજર ફર્મ કોટક પ્રાઈવેટ દ્વારા કન્સલ્ટન્સી ઈવાયના સંયુક્ત સર્વે મુજબ, દર વર્ષે ૨૫ લાખ ભારતીયો અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યા હોવાના વિદેશ મંત્રાલયના આંકડા છે.
દેશના પાંચ અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સમાંથી એકથી વધુ વ્યક્તિએ સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. મોટા ભાગનાની ઈચ્છા પોતાની પસંદગીના દેશમાં વસવાટ કરવાની સાથે ભારતીય નાગરિકત્વ જાળવી રાખવાની છે.
ઊંચા જીવન ધોરણો, બહેતર આરોગ્ય સેવા, શિક્ષણ જેવા પરિબળોના કારણે અન્ય દેશો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિદેશમાં વસવાટ કરવા ઈચ્છુક વ્યક્તિમાંથી બે તૃતિયાંશ (૬૬ ટકા)ની મતે વિદેશની પસંદગી માટે બિઝનેસ ઓપરેશનની સુગમતા મુખ્ય પરિબળ છે.
વિદેશમાં સ્થળાંતરને કેટલાક લોકો ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ તરીકે જોઈ રહ્યા છે. તેના કારણે બાળકોના ભવિષ્યને પાંખો આપવાની અને ઉત્તમ ઉચ્ચ શિક્ષણ મળવાની પસંદગી પણ એક પ્રેરક બળ છે. કોટક મહિન્દ્રા બેન્કના પ્રેસિડેન્ટ ગૌતમી ગવાનકરે જણાવ્યુ હતું કે, કહ્યું હતું કે, સુપર રિચ ધનિકો દ્વારા દેશ છોડવાના કારણે દેશની સંપત્તિ પણ વિદેશમાં ખેંચાઈ જશે, તેવું માનવું જોઈએ નહીં.
વ્યક્તિ પોતાનું ઘર બદલ્યા પછી પણ પોતાના નાણાને ભારતમાં જ રોકવાના છે. ગૌતમીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં વસતા ભારતીય નાગરિકો વર્ષે માત્ર ૨૫૦,૦૦૦ ડોલર વિદેશમાં લઈ જઈ શકે છે. જ્યારે બિન-નિવાસી વ્યક્તિને એક મિલિયન યુએસ ડોલર લઈ જવાની મંજૂરી છે, જેથી નાણાં વિદેશમાં ન જાય તે બાબત સુનિશ્ચિત બને છે.
ઉદ્યોગસાહસિકો અથવા વારસાગત ધનિકોની સરખામણીએ પ્રોફેશનલ્સને વિદેશમાં જવાની ઈચ્છા વધારે હોય છે. ઉંમરની દૃષ્ટિએ વાત કરીએ તો ૩૬થી ૪૦ વર્ષના ૬૧ વર્ષથી ઉપરના લોકોને માઈગ્રેટ થવાની ઈચ્છા વધારે હોય છે. રૂ.૨૫ કરોડથી વધારે નેટવર્થ ધરાવતા ભારતીયોને અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ કહેવામાં આવે છે.
૨૦૨૩ના વર્ષમાં આવા ભારતીયોની સંખ્યા ૨.૮૩ લાખ હતી, જેને જોતાં આ અતિ ધનિકોની કુલ સંપત્તિ રૂ.૨.૮૩ લાખ કરોડ છે. સર્વે મુજબ, વર્ષ ૨૦૨૮ સુધીમાં ૪.૩ લાખ લોકો આ શ્રેણીમાં આવશે અને તેમની કુલ સંપત્તિ ૩.૫૯ લાખ કરોડથી વધુની હશે.
મજબૂત આર્થિક વૃદ્ધિ દર, ઊંચો વપરાશ અને વસતીના પરિમાણોમાં પરિવર્તન જેવા પરિબળો અતિ ધનિકોની સંખ્યા વધારી રહ્યા છે. કોરોના મહામારી બાદ આરોગ્ય અને તંદુરસ્તી બાબતે સજાગતા વધી છે અને તેના કારણે ૮૧ ટકા અતિ ધનિકોએ આરોગ્ય-તંદુરસ્તી ક્ષેત્રે ખર્ચ વધાર્યાે છે.SS1MS