અમેરિકામાં ૨૨ રાજ્યોએ પોતાના વેજ રેટમાં વધારો કર્યો
વોશિંગ્ટન, અમેરિકાના લોકો માટે નવુ વર્ષ સારી ખબર લઈને આવ્યુ છે. અમેરિકાના ૨૨ રાજ્યોએ પોતાના મિનિમમ વેજ રેટ એટલે કે લઘુત્તમ વેતનમાં વધારો કરી દીધો છે. જે પહેલી તારીખથી લાગુ થયા છે.
મિનિમમ વેજ એક નક્કી રકમ છે અને તેટલી રકમ કોઈ પણ વ્યવસાયે પોતાના કામદારોને ચુકવવી પડે છે. અમેરિકામાં પ્રતિ કલાક ડોલરના હિસાબે પગાર ચુકવાતો હોય છે.
જે ૨૨ રાજ્યોએ પોતાના વેજ રેટમાં વધારો કર્યો છે તેમાં સૌથી વધારે વધારો ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને વોશિંગ્ટન રાજ્યોમાં થયો છે.અહીંયા કામ કરનારા લોકોને દર કલાકે ઓછામાં ઓછા ૧૬ ડોલર પગાર મળશે.
આ ર્નિણયથી અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને ફાયદો થવાનો છે. રાજ્યોએ કરેલા વધારા બાદ હવે વિવિધ રાજ્યોમાં વેજ રેટ આ પ્રમાણે છે.
અલાસ્કાઃ ડોલર૧૧.૭૩
એરિઝોનાઃ ડોલર૧૪.૩૫
કેલિફોર્નિયાઃ ડોલર૧૬
કોલોરાડોઃ ડોલર૧૪.૪૨
કનેક્ટિકટઃ ડોલર૧૫.૬૯
ડેલવેરઃ ડોલર૧૩.૨૫
હવાઈઃ ડોલર૧૪
ઇલિનોઇસઃ ડોલર૧૪
મેઈનઃ ડોલર૧૪.૧૫
મેરીલેન્ડઃ ડોલર૧૫
મિશિગનઃ ડોલર૧૦.૩૩
મિનેસોટાઃ ડોલર૧૦.૮૫
મિઝોરીઃ ડોલર૧૨.૩૦
મોન્ટાનાઃ ડોલર૧૦.૩૦
નેબ્રાસ્કાઃ ડોલર૧૨
ન્યૂ જર્સીઃ ડોલર૧૫.૧૩
ન્યૂ યોર્કઃ ડોલર૧૬
ઓહાયોઃ ડોલર૧૦.૪૫
રોડે આઇલેન્ડઃ ડોલર૧૪
દક્ષિણ ડાકોટાઃ ડોલર૧૧.૨૦
વર્મોન્ટઃ ડોલર૧૩.૬૭
વોશિંગ્ટનઃ ડોલર૧૬.૨૮
SS2SS