Western Times News

Gujarati News

222 જજની બીજી કોર્ટમાં બદલી, 177 જજની આંતરિક બદલી

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યુડિશિયલ ઓફિસરની બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત આંતર કોર્ટ બદલીઓ પણ કરવામાં આવી છે. સિવિલ જજ, સિનિયર સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયલ ઓફિસરોની હાઈકોર્ટ દ્વારા બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે નવસારીથી અમિતકુમાર દવેની બદલી કરાઈ છે.

જ્યારે સાબરકાંઠાથી અર્ચીતકુમાર વોરાની અમદાવાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે બદલી કરાઈ છે.ઉપરાંત ૬૩ જ્યુડિશિયલ ઓફિસરોની જુદા જુદા જિલ્લાઓમાં સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમામ જ્યુડિશિયલ ઓફિસરો ૨૦મે થી પોતાનો નવો ચાર્જ સંભાળશે.

હાઇકોર્ટ દ્વારા રાજ્યની અદાલતોમાં ૫૬ સિવિલ જજની આંતર જિલ્લા અને કોર્ટમાં બદલી કરાઈ છે. જ્યારે એક જ કોર્ટની અંદર હોય તેવી ૪૭ જેટલી આંતરિક બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદમાં ૦૪, અમરેલીમાં ૦૨, અરવલ્લીમાં ૦૧, દાહોદમાં ૦૧, દ્વારકામાં ૦૧, ગાંધીનગરમાં ૦૧, ગીર સોમનાથમાં ૦૨, જૂનાગઢમાં ૦૯, ખેડામાં ૦૨, મહેસાણામાં ૦૮,

પંચમહાલમાં ૦૧, રાજકોટમાં ૦૫, સુરતમાં ૦૯ અને વલસાડમાં ૦૧નો સમાવેશ થાય છે.નિયર સિવિલ જજમાં ૮૮ જજની બદલી એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અથવા જિલ્લામાં બદલીઓ કરાઈ છે. જ્યારે એક જ કોર્ટમાં હોય તેવી ૯૬ આંતરિક બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદમાં ૦૩, આણંદમાં ૦૬, ભાવનગરમાં ૧૦,ગાંધીનગરમાં ૦૩, ગીર સોમનાથમાં ૦૩,

જૂનાગઢમાં ૦૩, કચ્છમાં ૦૭, ખેડામાં ૦૬, મોરબીમાં ૦૪, નવસારીમાં ૦૩, પંચમહાલમાં ૦૩, પોરબંદરમાં ૦૨, રાજકોટમાં ૧૧, સુરતમાં ૦૭, તાપીમાં ૦૧, વડોદરામાં ૧૮ અને વલસાડમાં ૦૫નો સમાવેશ થાય છે.૭૮ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયલ ઓફિસરોની એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અથવા જિલ્લામાં બદલીઓ કરવામાં આવી છે. જ્યારે એક જ કોર્ટમાં હોય તેવી ૩૪ આંતરિક બદલીઓમાં

અમદાવાદમાં ૦૧, અમરેલીમાં ૦૧, આણંદમાં ૦૧, બનાસકાંઠામાં ૦૫, ભરૂચમાં ૦૧, જૂનાગઢમાં ૦૪, ભાવનગરમાં ૦૧, કચ્છમાં ૦૪, ખેડામાં ૦૧, મહેસાણામાં ૦૧, પાટણમાં ૦૨, પોરબંદરમાં ૦૧, રાજકોટમાં ૦૬, સાબરકાંઠામાં ૦૧ અને સુરતમાં ૦૩નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.