મંદબુદ્ધિ મહિલાને પરિવાર સાથે મિલાપ કરાવવામાં ૨૨૩ મી સફળતા મળી

(પ્રતિનિધિ) બાયડ, બિહારના ભોજપુર વિસ્તારના ઇકવારી ગામના ‘કુસુમબેન સાવ’ થોડા સમય પહેલા પરિવારથી છૂટા પડી ગયા હતા. ૮/૦૯/૨૦૨૨ ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી આશ્રમ દ્વારા લાવવામાં આવ્યા હતા. કુસુમબેન સાવ અને તેમના પરિવાર માટે જય અંબે આશ્રમ ખુશીનું કારણ બન્યો છે.
મનોદિવ્યાંગ બહેનને પ્રેમ,હૂંફ, લાગણી મળતા પોતાના ઘરનું સરનામું બોલતા આશ્રમ દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરતા ૨૨/૧૦/૨૦૨૨ના રોજ તેમના છોકરા આશ્રમ આવ્યા હતા આશ્રમ દ્વારા કુસુમબેનને વતન પહોંચાડી પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. આ પહેલા તેમના પરિવારે ઘણી બધી શોધખોળ કરી હતી ,પણ સફળતા મળેલ હતી નહી.પોતાના માતા અને પરિવારના સભ્યોને જાેઈ લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈન અને ટ્રસ્ટીગણે સેવાશાથી સ્ટાફગણના પ્રયત્નોને બિરદાવી આભાર માન્યો હતો .