Western Times News

Gujarati News

AMC દ્વારા 225.26 મેટ્રિક ટન કચરાનું કલેકશન કરી આખરી નિકાલ કરવામાં આવ્યો

પ્રતિકાત્મક

અ.મ્યુનિ.કો.ની સફાઈ ઝૂંબેશ: ‘સ્વચ્છતા હી સેવા’ હેઠળ શહેરના 7 ઝોનમાં મ્યુનિસિપલ ઝોનલ ઓફિસો, મ્યુનિસિપલ કચેરીઓ અને સબ ઝોનલ કચેરીઓ તેમજ મસ્ટર સ્ટેશનો તથા સરકારી ઓફિસો અને પ્લોટોની સફાઈ અને કાટમાળ નિકાલની કામગીરી કરવામાં આવી.

60 દિવસના સફાઈ ઝુંબેશ કાર્યક્રમો અંતર્ગત અમદાવાદમાં શહેરમાં કુલ 3402 ક્લાકનું શ્રમદાન કરવામાં આવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારનાં ‘સ્વચ્છતા હી સેવા’ થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ 60 દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોનાં સ્વચ્છતાનાં અભિયાનમાં તારીખ પ્રમાણે આપવામાં આવેલ શિડ્યુલ પ્રમાણે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર, 2023 દરમ્યાન મ્યુનિસિપલ ઝોનલ ઓફિસો, મ્યુનિસિપલ કચેરીઓ અને સબ ઝોનલ કચેરીઓ તેમજ મસ્ટર સ્ટેશનો તથા સરકારી ઓફિસોની સફાઈ અને કાટમાળ નિકાલ તેમજ મિશન મોડ પર પ્લોટોની સફાઈ ઝુંબેશ અંતર્ગત 5 નવેમ્બર, 2023 નાં રોજ શહેરના 7 ઝોનનાં વિવિધ લોકેશનોની સફાઈ હાથ ધરવામાં આવી હતી.

શહેરના પૂર્વ ઝોનમાં ઇંદોર હાઇવે, સરકારી જિમ, વિરાટનગર રોડ, અજીતમીલ આવાસ, જીન્મેશિયમ માધવ ગાર્ડન ની સામે, અર્બન હેલ્થ સેંટર, દેવીમાં રોડ જશોદા સહિતના વિસ્તારોમાં 294 કલાકનું શ્રમદાન કરી 6.4 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવા બળીદેવ મંદિરની સામેનો રોડ ચાંદખેડા ગામ, મોટેરા ગામ પાછળ, અને મોટેરા મસ્ટર રોડ, રાણીપ પોલીસ સ્ટેશન, માણકી સર્કલ ન્યુ રાણીપ, સીટી સીવીક સેન્ટર, વણકર વાસ, અંકુર સર્કલ, કામેશ્ર્વર મંદિરની બાજુમાં, સ્ટેડીયમ અર્બન હેલ્થ સેન્ટર, સીટી સીવીક સેન્ટર, નરોત્તમ ઝવેરી હૉલ, વાસણા સબ ઝોનલ ઓફીસ, જેવા વિસ્તારોમાં 1029 કલાકનું શ્રમદાન કરી 179.28 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના ઉત્તર ઝોનમાં સરદારનગર સબ ઝોનલ ઓફિસ, નરોડા ગામ પંચાયત ઓફિસ, સૈજપુર માસ્ટર સ્ટેશન, સબ ઝોનલ ઓફીસ કુબેરનગર વોર્ડ, વિધ્યાનગર પોલીસ ચોકી, મેઘાણીનગર, ઇન્ડીયા કોલોની વોર્ડ ઓફિસ અશોક મીલ રોડ, ઠક્કરનગર ગામ/મસ્ટર સ્ટેશન, બાપુનગર રેન બસેરા, ઈજનેર રોડ,બાપુનગર, નૂતન મીલ પંપીંગ સ્ટેશન વગેરે વિસ્તારોમાં 129 કલાકનું શ્રમદાન કરી 0.64 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના દક્ષિણ ઝોનમાં ખોડિયારનગર ચાર રસ્તા પાસે, ગૌત્તમનગર ચાર રસ્તા લીલાધર હોલ પાસે, કાંકરીયા અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં પારસી અગીયારી રોડ, મીઠીપુર સબ મસ્ટર હાટકેશ્વર બ્રીજ પાસે ઘોડાસર સેવા સદન ઓફિસ વગેરે સ્થળોએ 137 કલાકનું શ્રમદાન કરી 2.2  મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના મધ્ય ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટર અસારવા ગામ, રાજમાતા સંધ્યાભવન વાંચનાલય, દુધેશ્વર અર્બન હેલ્થ સેન્ટર, રતન પોળ મસ્ટર, અ.મ્યુ.કો. દાણાપીઠ કમ્પાઉન્ડ, આરોગ્ય ભવન વગેરે સ્થળોએ 58 કલાકનું શ્રમદાન કરી 0.241 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા અર્બન હેલ્થ સેન્ટર, ત્રાગડ ગામ પંચાયત ઓફિસ, થલતેજ સબ ઝોનલ ઓફીસ, જેવા વિસ્તારોમાં 1060 કલાકનું શ્રમદાન કરી 6 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર જીમ્નેશ્યમ, જોધપુર સબ ઝોનલ કચેરી બાજુમાં, એસ. બી.આઈ.બેંક, સરખેજ સબ ઝોનલ કચેરી, મકરબા/એસ.પી.રિંગ રોડ, સિવિક સેન્ટર જેવા વિસ્તારોમાં 695 કલાકનું શ્રમદાન કરી 30.50 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મિશન મોડ પર આજ રોજ વિવિધ લોકેશનો પરથી લીગસી વેસ્ટ દૂર કરી જગ્યાને સ્વચ્છ કરવાની સફાઈ ઝુંબેશ સ્થાનિક નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓની મદદ સાથે જરૂરી વાહનો, મશીનરીનો ઉપયોગ કરી હાથ ધરવામાં આવી હતી. પૂર્વ ઝોનમા શિવાનંદનગર પ્લોટ, ફાયર સ્ટેશન રોડ. પશ્વિમ ઝોનમાં ભરવાડ વાસ લીગસી વેસ્ટ, એમ.પી ચાલી, ડો.બાબા સાહેબ આંબેડકર કોલોની.

દક્ષિણ ઝોનમાં સી.ટી.એમ. બ્રીજના છેડે, સી.ટી.એમ. નારોલ ગામના નાકે, લાંભા વટવા મહાલક્ષ્મી તળાવની બાજુમાં. ઉત્તર પશ્વિમ ઝોનમાં ઝોનમાં તાજ હોટલની સામે જોય પુલ પાસે, ઘાટલોડિયા લાઈબ્રેરી, ચાણક્યપૂરી બ્રીજ નીચે. દક્ષિણ પશ્વિમ ઝોનમાં કેનાલનો પાછળનો ભાગ મેટ્રો રેલ ડેપો સામેની જગ્યાઓ પરથી લીગસી વેસ્ટ દૂર કરી જગ્યાને સ્વચ્છ કરવામાં આવી હતી.

આજના આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં કુલ 3402  ક્લાકનું શ્રમદાન કરવામાં આવ્યું હતું અને 225.26 મેટ્રિક ટન કચરાનું કલેકશન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.