Western Times News

Gujarati News

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ૨૨મું અંગદાન કરવામાં આવ્યું

પ્રીતેશ રાજભરના લીવર,કિડની, આંતરડાનું દાન કરવામાં આવ્યું છે, યુવકના અંગદનથી ૩ લોકોને નવજીવન મળશે

સુરત,  દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ૨૨મુ અંગદન કરવામાં આવ્યું છે. ૨૩ વર્ષીય યુવક બ્રેનડેડ જાહેર થતા યુવકના પરિવારે અંગદાનનો નિણર્ય કર્યો હતો. જેથી યુવકના લીવર, કીડની, આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. જેના થકી ૩ લોકોને નવજીવન મળશે. 22nd organ donation was done from Surat’s new civil hospital

મૂળ યુપીના મિર્ઝા પૂરનો વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણપત નગર ખાતે રહેતો ૨૩ વર્ષીય પ્રીતેશ રાજભર એમ્બ્રોડરી ખાતામાં નોકરી કરતો હતો. તેની સગાઈ પણ થઇ ગયી હતી. દરમ્યાન તે સુરતમાં બાઈક પર જઈ રહ્યો હતો તે દરમ્યાન ચાલુ બાઈક પરથી નીચે પટકાયો હતો તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,

જ્યાં સારવાર બાદ તબીબોએ પ્રીતેશને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.બીજી તરફ યુવક બ્રેઈનડેડ હોય તબીબો દ્વારા પરિવારને અંગદાન વિષે માહિતી અને સમજ આપવામાં આવી હતી જેથી પરિવારે યુવકના અંગદાનનો મહત્વપૂર્ણ ર્નિણય લીધો હતો. પ્રીતેશ રાજભરના લીવર,કિડની, આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. યુવકના અંગદનથી ૩ લોકોને નવજીવન મળશે.

ઓર્ગન ડોનેટ વિશે માહિતી આપતા નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટસ ડૉ. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે આજરોજ નવી સિવિલ હોસ્પિટલમાં ૨૨ ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યું છે.બ્રેન ડેડ યુવકના પિતાના કારણે શક્ય બન્યું છે. યુવક મૂળ બનારસનો વતની છે.૨૩ વર્ષીય પ્રિતેશ નું લિવર, કિટની, આંતરડા નું દાન કરવામાં આવ્યું છે.

યુવક બાઈક ચલાવતો હતો અકસ્માત સર્જાતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી.યુવક બ્રેન્ટ ડેડ હોવાથી સાજાે થઈ શકે તેમ ન હતું.યુવકના અંગદાનથી ૪ લોકોને નવું જીવનદાન મળશે.

ઉલ્લેખનીય છે કે સુરત સીટી હવે ઓર્ગેન ડોનેશન સીટી તરીકે પણ ખ્યાતી પામી રહ્યું છે. સુરતમાંથી વધુ એક વખત અંગદાનની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અંગદાન થયું હોય તેવી આ ૨૨મી ઘટના છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.