23 વર્ષની ઐશ્વર્યા પાસે 100 કરોડની સંપત્તિ
બેંગલુરૂ, મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારની પુત્રી ઐશ્વર્યાને સમન પાઠવ્યું હતું. અધિકારીઓએ બેંગલોરમાં શિવાકુમારના સદાશીવનગર નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને સમન્સ નોટિસ આપી હતી.
કોંગ્રેસના નેતાએ તેના નામે કેટલાંક કરોડનું રોકાણ કર્યું હોવાના આક્ષેપોને પગલે ઐશ્વર્યાને સમન્સ અપાયું હતું. 2018ની ચૂંટણીના સોગંદનામામાં, શિવકુમારે રૂ. 681 cr કરોડની સંપત્તિ જાહેર કરી હતી. તેની પુત્રીની પણ 108 કરોડની પ્રોપર્ટીઓ રજીસ્ટર્ડ થયેલી છે. જયારે તેના બે પુત્રોના નામે કોઈ હાઈવેલ્યુ સંપત્તિ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 30 ઓગસ્ટે દિલ્હીમાં ઇડી ઓફિસમાં બોલાવ્યા બાદ ઇડીએ 3 સપ્ટેમ્બરના રોજ શિવાકુમારની ધરપકડ કરી હતી. તપાસમાં સહકાર ન આપવાના આરોપમાં ઇડીના અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લેતાં પહેલાં ચાર દિવસ સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.