ઈઝરાયેલના હુમલામાં ગાઝા પટ્ટીમાં વધુ ૨૩ લોકોનાં મોત

દેર અલ-બલાહ, ઈઝરાયેલના ગાઝા પટ્ટી પરના હવાઇ હુમલામાં એક રાતમાં વધુ ૨૩ લોકોના મોત થયા છે. નાસેર હોસ્પિટલના કહેવા મુજબ મૃતકોમાં ત્રણ બાળકો અને તેમના માતા-પિતા સામેલ છે. જે દક્ષિણમાં આવેલા ખાન યુનિસ શહેરમાં એક ટેન્ટની પાસે થયેલા હુમલામાં માર્યા ગયા છે.
ઈઝરાયેલે ગત સપ્તાહથી હવાઇ હુમલાઓ તેજ કર્યા છે જેના કારણે મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી રહી છે. ઈઝરાયેલે છેલ્લા ૧૭ મહિના પછી થયેલી યુદ્ધવિરામ સમજૂતિનો ભંગ કર્યાે છે, તેમ હમાસનું કહેવું છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં હમણાં સુધી ૫૦ હજારથી વધુ પેલેસ્ટાઈનના નાગરિકોના મોત થયા છે.
જોકે, આ આંકડામાં હમાસના લડવૈયા કેટલા હતા તેનો વિગતો આપવામાં આવી નથી. બીજી તરફ, ઈઝરાયેલનું કહેવુ છે કે તેમના સૈન્યે હમાસના ૨૦ હજારથી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે, પરંતુ આ અંગે ઈઝરાયેલે કોઈ પુરાવા આપ્યા નથી. ઈઝરાયેલનું કહેવું છે કે એ અમે ફક્ત આતંકવાદીઓને ટાર્ગેટ કરીએ છીએ.SS1MS