2300 કરોડના સટ્ટાબેટિંગ કૌભાંડના સુત્રધારની દુબઈથી ધરપકડઃ ડીસાનો રહેવાસી
બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો દીપક માધુપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગ કૌભાંડનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોરઃ દીપક ઠક્કર દુબઈથી સમગ્ર રેકેટને ઓપરેટ કરતો હતો
અમદાવાદ, અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી છે. દીપક ઠક્કર ડીસાનો રહેવાસી છે અને તે દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું રેકેટ ચલાવતો હતો. સટ્ટાખોર દીપક ઠક્કર સામે છેતરપિંડી, બનાવટ, કાવતરું એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. Deepak Dhirajlal Thakkar Banaskantha Deesa taluka Babar Village
સીબીઆઈએ તેની સામે ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. જે બાદ દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે સીબીઆઈ અને ઈન્ટરપોલના સહયોગથી આ કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી દીપક ઠક્કર વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરી લીધા છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
માર્ચ, 2023માં જ્યારે અમદાવાદના માધુપુરાથી ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો ત્યારે એવી માહિતી સામે આવી હતી કે લગભગ 2300 કરોડ રૂપિયાની આસપાસના નાણાકીય વ્યવહારો થયા હોઈ શકે છે.
પરંતુ દુબઈથી દીપક ઠક્કરની ધરપકડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલને લાગી રહ્યું છે કે આ આંકડો હજુ પણ હજારો કરોડને આંબી જાય એવો છે. કારણ કે માંડ ધોરણ 8 સુધી ભણેલા દીપક ઠક્કરે જ એક સર્વર અને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી લગભગ 2 લાખ લોકો સુધી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ફેલાવ્યું હતું.
નિર્લિપ્ત રાય કહે છે, અમે કેટલાક આરોપીઓની ધરપકડ બાદ આ સર્વર અમદાવાદના વેજલપુરની જે ઓફિસમાંથી એપરેટ થતું હતું ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યાં ફોન અને લેપટોપમાંથી ઘણી માહિતી મળી. મેટાટ્રેડરમાં કેટલા લોકો જોડાયેલા છે, કેટલા રૂપિયાનો સટ્ટો રમાય છે, કોણ-કોણ અને ક્યાંથી ઓપરેટ કરે છે એ વિગતો મળી હતી.
૪૩ વર્ષ વર્ષીય દિપક ઠક્કર (Deepak Dhirajlal Thakkar Banaskantha Deesa taluka Babar Village) બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો છે. તે ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનના મારફતે સટ્ટો રમાડતો હતો અને દુબઈથી સમગ્ર રેકેટને ઓપરેટ કરતો હતો.
હવાલાથી રૂપિયા દુબઈ પહોંચતા હતા. માધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધી ૩૫ વધુ આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે. માધુપુરામાં પીસીબીએ દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો.
જો કે આ કેસમાં તે સમયના પીસીબીના પી.આઇ. તરલ ભટ્ટની શંકાસ્પદ કામગીરીને પગલે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ પાર્થ દોશી અને ધવલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી.