Western Times News

Gujarati News

ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાને કારણે 19 ટ્રેનો રદઃ મૃત્યુઆંક 233

ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાનો મૃત્યુ આંક વહેલી સવારે 233 ઉપર પહોંચ્યો: ૯૦૦ થી વધુને ઈજા: ૬૦ એમ્બ્યુલન્સ અને ઢગલાબંધ બસો કામે લગાડાઈ:

દુરંતો સહિત ૧૯ ટ્રેનો રદ: બાલાસોરમાં અન્ય જિલ્લાઓમાંથી 50 ડોક્ટરો બોલાવાયા સ્થિતિ બેહદ ગંભીર: ૬૦૦ થી ૭૦૦ જવાનો બચાવ કાર્યમાં લાગ્યા છે

ઓડિશામાં ત્રિપલ ટ્રેન અકસ્માતમાં 233નાં મોત:પાટા પરથી ઊતરેલી હાવડા કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ, પછી માલગાડી સાથે ટકરાઈ

એનડીઆરએફ અને એસડીઆરએફ ના ૬૦૦-૭૦૦ જવાનો બચાવ કાર્ય કરી રહ્યા છે: ૬૦ એમ્બ્યુલન્સ ઉપરાંત મોટી સંખ્યામાં બસોને કામે લગાડાઈ: બાલાસોરની તમામ હોસ્પિટલો હાઈએલર્ટ ઉપર: અન્ય જિલ્લામાંથી ૫૦ ડોક્ટરોને બોલાવાયા: હજી પણ અનેક લોકો ટ્રેનના ડબ્બામાં ફસાયેલા છે: દુરંતો એક્સપ્રેસ સહિત ૧૯ ટ્રેન રદ થઈ છે.

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અકસ્માતને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે.

આ અકસ્માત બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7 વાગે થયો હતો. રેલવેના જણાવ્યા અનુસાર કોલકાતા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન નજીકના ટ્રેક પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.

ઓડીસામાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં બચાવ કાર્ય પુરુ થઈ ગયું છે અને મૃત્યુઆંક 289 થયો છે તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં રેલ્વેમાં સલામતી અંગે એક ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી અને બાદમાં શ્રી મોદી સાંજે દુર્ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને હોસ્પીટલમાં ઘાયલોને પણ તેઓ મળશે.

દુર્ઘટના સ્થળ પર એક તરફ મૃતદેહોની કતાર લાગી છે અને હોસ્પીટલમાં પણ હજુ સેંકડો લોકો સારવારમાં છે અને મૃત્યુઆંક વધી શકે છે. તે વચ્ચે રેલવેમંત્રી હવે હોસ્પીટલે પહોંચીને ઘાયલોને સારવાર મળે તથા જરૂર પડે તો તેઓને દિલ્હી કે ભુવનેશ્ર્વરની હોસ્પીટલમાં ખસેડવા માટેની તૈયારી રાખી છે. રેલવે દ્વારા પણ તમામ ટ્રેનોની સુરક્ષા અંગે ફરી એક વખત સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. આ સમગ્ર દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે પણ હજું કોઈ સ્પષ્ટ ચિતાર મળ્યો નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.