ઇઝરાયલથી બીજી ફ્લાઇટમાં ૨૩૫ ભારતીય નાગરિકો પરત ફર્યા

નવી દિલ્હી, ઓપરેશન અજય અંતર્ગત ઇઝરાયલથી બીજી ફ્લાઈટ આવી પહોંચી છે. જેમાં ૨૩૫ ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમને આવકારવા વિદેશ રાજ્યમંત્રી એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ ૩૦૦૦ લોકોના મોત થયા છે.
એક દિવસ પહેલા, ૨૧૨ ભારતીયોની પ્રથમ બેચ નવી દિલ્હી પહોંચી હતી. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય મુસાફરોને લઈ જતી ફ્લાઈટ શુક્રવારે રાત્રે ૧૧.૦૨ કલાકે તેલ અવીવથી ઉડાન ભરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે દૂતાવાસે ત્રીજા બેચમાં સામેલ લોકોને ઈમેલ દ્વારા જાણ કરી છે. લોકોને અનુગામી ફ્લાઇટ્સ માટે ફરીથી મેસેજ કરવામાં આવશે.
ઇઝરાયેલના સફેદમાં ઇલાન યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહેલા ભારતીય વિદ્યાર્થી સૂર્યકાંત તિવારીએ ઇઝરાયેલથી ઉડાન ભરતા પહેલા કહ્યું હતું કે ઇઝરાયેલમાં ભયનું વાતાવરણ છે. અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમને ઈઝરાયેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હું ભારત સરકારનો આભાર માનું છું. હમાસના આતંકવાદીઓ નવા નવા ઈનોવેશન માટે હથિયારો બનતા રહે છે.
ઈઝરાયેલી ડ્રોનની નકલ કરવા માટે તેઓએ સ્થાનિક ડ્રોન પણ બનાવી નાખ્યું. ૭ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ તે ડ્રોનથી જ ગ્રેનેડ ફેંકવામાં આવ્યા. ઉપરાંત ૨૦ મિનિટની અંદર ૫૦૦૦ રોકેટ પણ છોડ્યા. ગાઝાની પાઈપલાઈનની વાત કરીએ તો અહીં ૪૮ કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવી છે. એવું કહેવાય છે કે, ઈરાન સીરિયા, અને સુદાન હમાસને રોકેટની સપ્લાય કરે છે, જાેકે આ ત્રણે દેશોની વાત ન માનીએ તો, હવે હમાસ પોતાના રોકેટ બનાવવા લાગ્યું છે. આ રોકેટો હાઈ-ફાઈ હોતા નથી, પણ નુકસાન જરૂર કરે છે.
હમાસે ૨૦૧૪માં ઈઝરાયેલ તરફ ૪૫૦૦ રોકેટ છોડ્યા હતા. ત્યારબાદ ૨૦૧૯માં ૪૦૦થી વધુ રોકેટ છોડી ઈઝરાયેલના મોટા મોટા શહેરોને નિશાન બનાવ્યું. ત્યારબાદ ૨૦૨૧માં ૪૦૦૦ રોકેટ છોડ્યા હતા.SS1MS