Western Times News

Gujarati News

ITIના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે બજેટમાં 239 કરોડની જોગવાઇ

પ્રતિકાત્મક

ગુજરાત રાજ્યે કૌશલ્ય વિકાસ મારફતે ઉદ્યોગનો વિકાસ અને રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવાની દિશામાં હરણફાળ ભરી છે.

·        આઈ.ટી.આઈ.ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે `૨૩૯ કરોડની જોગવાઇ

·        અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે `૧૫૫ કરોડની જોગવાઇ.

·        દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ `૮૮ કરોડની જોગવાઇ.

·        કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટીના વિકાસ તેમજ યુવાનોને ડ્રોન તાલીમ જેવા ઉભરતા કૌશલ્યના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ માટે `૪૮ કરોડનું આયોજન.

·        વિવિધ એકમો ખાતે એપ્રેન્ટિસને તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે `૩૬ કરોડની જોગવાઈ.

·        મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઇપેન્‍ડ માટે 16 કરોડની જોગવાઇ.

·       માનવ ગરિમા યોજના હેઠળ લોકોને સ્વરોજગારીનો લાભ આપવા માટે ૧૫ કરોડની જોગવાઈ.

·        ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૫ કરોડની જોગવાઇ.

·        ડ્રોન મેન્યુફેકચરીંગ એન્‍ડ ટ્રેનીંગ લેબોરેટરી (Drone MANTRA) દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમો અને સંશોધન માટે ` ૪ કરોડની જોગવાઇ.

·        દીનદયાલ ગ્રામીણ કૌશલ યોજના હેઠળ ૫૦૦૦ જેટલી મહિલાઓને ડાયમંડ વર્કની અને બીજી મહિલાઓને જુદા જુદા કૌશલ્ય માટે તાલીમ આપવા માટે ` ૯ લાખની જોગવાઇ.

·        માનવ કલ્યાણ યોજના અન્વયે ૨૭ ટ્રેડ માટે અંદાજે ૩૫ હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

રાજયમાં પ્રવાસન ક્ષેત્રમાં રૂ. ૨૦૭૭.૦૦કરોડની જોગવાઇ કરીને સરકારે પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવાની સાથે  રોજગારીની વિપુલ નવી તકો ઉભી કરવા પહેલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.