24 કલાકમાં જ બદલાઈ શકે છે EPFO પેન્શન અંગેના નિયમો
નવી દિલ્હીઃ નોકરી કરનાર લોકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આગામી 24 કલાકમાં મોટી જાહેરાત કરી સખે છે. CNBC આવાઝના સૂત્રો પાસેથી મળેલી જાણાકરી પ્રમાણે EPFO પેન્શનર્સ (EPFO Pensions)ને ટૂંક સમયમાં રાહત આપનાર છે. એડવાન્સ પેન્શન અમાઉન્ટ લેનારા પેન્શનર્સ ફરીથી પેન્સનની સંપૂર્ણ રકમ મળી શકે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો PF સાથે કપાતા પેન્શનને (EPS) હવે એડવાન્સમાં લઈ શકાશે.
હજી સુધી આ સુવિધા સરકારી કર્મચારીઓ પાસે હતી. પરંતુ હવે પ્રાઈવેટ કર્મચારીઓને પણ આ સુવિધા મળશે. આ નિર્ણયથી અત્યારે 6.5 લાખ લોકોને ફાયદો થશે. સૂત્રો પાસેથી મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે શ્રમ મંત્રાલય એમ્પ્લ્વાઈ પેન્શન સ્કીમમાં બદલાવ સાથે સંકળાયેલા નોટિફિકેશન આજે શુક્રવારે સાંજે કે કાલ શનિવાર સુધી રજૂ થઈ શકે છે.
જો તમે નોકરી કરતા હોવ અને દર મહિને તમારા પગારમાંથી PFના પૈસા કપાય છે જે EPFOમાં જમા થાય છે. PFમાં તમારા પગારમાંથી ઓછામાં ઓછા 12 ટકા યોગના હોય છે. 12 ટકા કંપની તરફથી આપવામાં આવે છે. કંપની જે વધારે યોગદાન આપે છે. એમાં 8.33 ટકા પેન્શન યોજના (EPS)માં જાય છે.