24 કલાકમાં વડોદરામાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત
(એજન્સી)વડોદરા, કાળઝાળ અને અંગ દઝાડતી આ ગરમીને કારણે ગુજરાતવાસીઓ ગરમીથી પરેશાન છે જોકે તંત્ર દ્વારા પણ ગરમીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે અને બાર થી ત્રણના સમયમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી . ઠંડાપીણા અથવા તો ગરમી માટે બચવાના ઉપાયોની પણ તંત્રએ સલાહ આપી છે
ત્યારે આવી કાળજાળ ગરમીમાં પણ લોકોને કામ અર્થે બહાર નીકળવું પડતું હોય છે મુસાફરી પણ કરવી પડતી હોય છે અને જેને લીધે ગરમીનો અનુભવ લોકોને થતો હોય છે.
જે પ્રકારે ગરમીનું પ્રમાણ જોતા શહેરો અને ગામડાઓમાં બારથી ચારના સમયમાં રસ્તાઓ સૂમસામ ભાસે છે. આ વચ્ચે વડોદરામાં સ્થિતિ વણસી છે. ગરમીનાં પ્રકોપ વચ્ચે જીજીય્ હોસ્પિ.સુપ્રિન્ટેન્ડેન્ટનું નિવેદન સામે આવ્યું છે જે ગરમીને લઈ ચોંકાવનારું છે.
ભર ઉનાળે વડોદરામાં ૨૪ કલાકમાં હાર્ટ એટેકથી ૧૦ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરની લોકોને અપીલ કરી અને જણાવ્યું કે, વૃદ્ધો અને બાળકો ગરમીમાં બહાર નિકળવાનું ટાળે.
જીન્સ ને બદલે સુતરાઉ અને ખુલ્લાં કપડાં પહેરવાં જણાવ્યું છે. સિનિયર સીટીઝન અને અન્ય બિમારીથી પીડિત લોકોએ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી બહાર ન નિકળવું તેમ જણાવવામાં આવ્યું છે.