બોડકદેવ ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં દરોડાઃ નવ જુગારીઓની અટક
૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કેટલાક દિવસોથી તંત્ર સક્રીય થતા કેટલા જુગાર સટ્ટાના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે આવી જ કાર્યવાહી વસ્ત્રાપુર વિસ્તારમાં કરાતા ફાયર સ્ટેશન સામે આવેલા એપાર્ટમેન્ટમાંથી જુગારનો મોટા અડ્ડો મળઈ આવ્યો છે જ્યાથી અમદાવાદ તથા રાજકોટનાં શખ્શોની અટક કરવામા આવી છે ઉપરાંત કુલ ૨૪ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.
ગુના નિવારણ ટીમને બોડકદેવના ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં ચોથે માળે એક એપાર્ટમેન્ટ જુગારની આવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી જેના પગલે રાત્રે નવ વાગ્યાના સુમારે ટીમ બનાવીને ત્રાટકતા ફલેટમાં જુગાર રમતા નવ શખ્શો મળી આવ્યા હતા પોલીસને જાઈને તમામના ચહેરા ફિક્કા પડી ગયા હતા અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જા કે તમામની અટક કરવામાં આવી હતી અને ફલેટમાંથી એક લાખથી વધુની રોકડ બાર મોઘા મોબાઈલ ફોન જુગાર રમવાના કોઈન પતાની કેટ અને જુગારીઓનાં વાહનો સહીત કુલ ચોવીસ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
તમામની પુછપરછમાંઅંકીત સુરેશભાઈ પટેલ (૩૧) મુખ્ય સુત્રધાર હોવાનુ બહાર આવ્યુ છે તેણે પોતે પરીચિત માણસોને બોલાવી જુગારની પ્રવૃત્તિ ચલાવતો હોવાનું કબુલ્યુ છે.