દેશભરમાંથી પ્રત્યેક રાજ્યમાં ૧ લાખ દીઠ ૨૪૨૧૪ પુરૂષો ઉધાર લે છે
કેન્દ્ર સરકાર દ્વારા જારી મોડ્યુલર સર્વેનું તારણ-મહિલાઓમાં ઉધાર લેવાનો રેશિયો અડધો ૧૨૨૭૫ છે
નવી દિલ્હી, વિશ્વભરમાં સદીઓથી ઉધારનું ચલણ જોવા મળ્યું છે. પહેલાં લોકો સગા-સંબંધી, આડોશ-પાડોશમાંથી ઉધાર લેવડ-દેવડ કરતાં હતાં, હવે આધુનિક સમયમાં તેમનું સ્થાન બેન્કોએ લીધું છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓ અમુક ચોક્કસ વ્યાજ સાથે ઉધાર પેટે લોન આપે છે. પરંતુ આ ઉધારીના વ્યવહાર પર મહિલાઓનો વિશ્વાસ અડધો છે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી મોડ્યુલર સર્વે અનુસાર, દેશભરમાંથી પ્રત્યેક રાજ્યમાં ૧ લાખ દીઠ ૨૪૨૧૪ પુરૂષો ઉધાર લે છે, જ્યારે મહિલાઓમાં ઉધાર લેવાનો રેશિયો અડધો ૧૨૨૭૫ છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં દર લાખની વસ્તીમાંથી ૨૪૩૨૨ પુરૂષો ઉધાર લેવડદેવડ કરે છે, તેની સામે ૧૩૦૧૬ ગ્રામીણ મહિલાઓ ઉધાર લે છે. શહેરી વિસ્તારમાં ૨૩૯૭૫ પુરૂષો અને ૧૦૫૮૪ મહિલાઓ ઉધાર લે છે.
ગુજરાતમાં દર લાખની વસ્તી પર માત્ર ૩ ટકા મહિલાઓ ઉધાર લે છે. ગુજરાતમાં દર લાખની વસ્તીએ ૧૭૮૮૮ પુરૂષોની સામે માત્ર ૩૨૯૬ મહિલાઓ ઉધાર લેતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે, કે ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓની તુલનાએ શહેરી મહિલાઓમાં ઉધાર લેવાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ગુજરાતમાં શહેરમાં ૩૧૬૧ મહિલાઓ જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૩૩૯૫ મહિલાઓ ઉધાર લે છે.
ઉધારમાં લેવડદેવડ મામલે આંધ્રપ્રદેશની મહિલાઓ દેશભરમાં અગ્રેસર છે. કોમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મોડ્યુલર સર્વે ૨૦૨૨-૨૩ના સર્વેમાં આંધ્રપ્રદેશની સરેરાશ ૬૦૦૪૩ મહિલાઓએ ઉધાર લીધછે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૬૦૪૨૭ પુરૂષોની તુલનાએ ૬૪૯૫૩ મહિલાઓએ ઉધાર લીધું છે. નોંધનીય છે, દેશના શિક્ષિત રાજ્યોમાં મહિલાઓમાં લોન-ઉધાર લેવાનું પ્રમાણ વધુ છે.