પાલડી વોર્ડમાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં 2445 લોકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો
બે કાર્યક્રમો અંતર્ગત ૧૦૫૨ લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, ૧૯૮ લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના, ૧૨૫ લાભાર્થીઓ પીએમ ઉજ્જવલા યોજના, ૨૨૨ લાભાર્થીઓને આધાર કાર્ડના લાભો/યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી
ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલડી વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
ટાગોર હોલ, પાલડી ખાતે સવારે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બપોર બાદ અર્બન હેલ્થ સેન્ટર, પાલડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકસિત ભારત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બંને કાર્યક્રમોમાં અંદાજિત ૪૫૬૯ જેટલા લોકો સહભાગી થયા હતા તથા ૨૪૪૫ લોકોએ કાર્યક્રમોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પ અંતર્ગત આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. જેમાં લાભાર્થીઓની ટી.બી., હાયપટેન્શન, ડાયાબિટીસ જેવા રોગો માટે તપાસ કરવામાં આવી હતી.
બે કાર્યક્રમો અંતર્ગત ૧૦૫૨ લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, ૧૯૮ લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના, ૧૨૫ લાભાર્થીઓ પીએમ ઉજ્જવલા યોજના, ૨૨૨ લાભાર્થીઓને આધાર કાર્ડના લાભો/યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભો અંગેના અનુભવો વર્ણવ્યાં હતા. સૌ ઉપસ્થિતોને વિકસિત ભારત સંકલ્પ શપથ લેવડાવવામાં આવ્યાં હતા.
આ કાર્યક્રમોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સીલરશ્રીઓ, ડે. મ્યુનિ. કમિશનરશ્રી (પશ્ચિમ ઝોન), વિવિધ કમિટીઓના સભ્યો/ચેરમેન, અ.મ્યુ.કો.ના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.