25 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ–જયપુર વચ્ચે ચાલશે એક્ઝામ સ્પેશિયલ ટ્રેન

પ્રતિકાત્મક
પશ્ચિમ રેલવેના અમદાવાદથી તારીખ 25 મી સપ્ટેમ્બર 2021 ના રોજ REET પરીક્ષાના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી ખાતીપુરા જયપુર સુધી ટ્રેન નંબર 09417/09418 એક્ઝામ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
ટ્રેન નબર 09417 અમદાવાદ – ખાતિપુરા એક્ઝામ સ્પેશિયલ અમદાવાદથી 25 સપ્ટેમ્બરની સાંજે 16:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 04:45 વાગ્યે ખાતીપુરા જયપુર પહોંચશે તથા વાપસીમાં ટ્રેન નંબર 09418 ખાતિપુરા –
અમદાવાદ એક્ઝામ સ્પેશિયલ ખાતીપુરા જયપુરથી 26 સપ્ટેમ્બરના બપોરે 15:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 04:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, મારવાડ, સોજત રોડ, બ્યાવર, દોરાઈ, અજમેર, મદાર, કિશનગઢ, ફુલેરા, જયપુર અને ગાંધીનગર (જયપુર) માં સ્ટોપેજ આપવામાં આવ્યું છે.