Western Times News

Gujarati News

અમદાવાદમાં મહિલાઓ દ્વારા સંચાલિત ૨૫ ઈ-ઓટો શરૂ કરાશે

પ્રતિકાત્મક

ઈ-ઓટો પ્રોજેક્ટ હેઠળ રીક્ષાની ખરીદી માટે સબસીડી મળશે

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આર્ત્મનિભર બનાવવાના મામલે અનેક પ્રકારનાં પ્રોત્સાહન અપાઈ રહ્યાં છે. હવે ગુજરાત સીએસઆર ઓથોરિટી અને મ્યુનિ. તંત્રના સંયુક્ત ઉપક્રમે ઈ-ઓટો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જે અંતર્ગત ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત ૨૫ ઈ-ઓટો શરૂ કરાશે.

આનાથી મહિલાઓની રોજગારી તો સુનિશ્ચિત થશે જ, આની સાથે પર્યાવરણની સુરક્ષા પણ જળવાશે. ઈ-ઓટો પ્રોજેક્ટ હેઠળ ૨૫ ઈ-ઓટો શરૂ કરવા સત્તાવાળાઓએ ગઈ કાલે વર્તમાનપત્રોમાં જાહેરાત આપી રસ ધરાવતી મહિલાઓની અરજી મંગાવી છે.

જેમાં પસંદ થનાર મહિલા અરજદારોને ઈ-રિક્ષાનાં સંચાલન માટે ડ્રાઇવિંગ એજન્સીઓ દ્વારા ડ્રાઇવિંગ તાલીમ, લર્નિંગ લાઇસન્સ વગેરે અપાવા પ્રતિ તાલીમાર્થી માટે રૂ. ૭૫૦૦ના ખર્ચની જાેગવાઈ કરાઈ છે. મ્યુનિ. તંત્ર દ્વારા અરજદારને રિક્ષા ખરીદી માટે બેન્ક લોન માટે તથા

રાજ્ય સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે રોજગાર માટેની યોજના હેઠળ ૩૦ ટકા સબસિડી તેમજ રાજ્યની ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ઈ-વિહિકલની ખરીદી માટે અપાતી રૂ. ૪૮ હજારની સહાય માટે યુસીડી વિભાગ મદદ કરશે. મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા સીએસઆર પ્રોજેક્ટ હેઠળ રિક્ષાની ખરીદી કરવા રૂ. ૩૦ હજારની સહાય ચૂકવાશે.

ઈ-રિક્ષાની ખરીદી ઉપર તંત્ર દ્વારા વિહિકલ ટેક્સમાંથી માફી અપાશે. ઈ-રિક્ષાની માલિકી મહિલા અરજદારની રહેશે. લાભાર્થીએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી તેનું સંચાલન કરવાનું રહેશે, ત્યાં સુધી લાભાર્થી તેનું વેચાણ કરી શકશે નહીં તેમજ ભાડે આપી શકશે નહીં. ઈ-રિક્ષા માટે સહાય મેળવનાર લાભાર્થીએ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સૂચવવામાં આવેલો લોગો ઈ-રિક્ષા પર ફરજિયાતપણે પ્રદર્શિત કરવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.