તાઈવાન-ફિલિપાઈન્સમાં ગેમી વંટોળમાં ૨૫નાં મોત
તાઇપેઇ, તાઈવાન અને ફિલિપાઈન્સના સમુદ્રમાં આવેલા વિકરાળ વંટોળ ગેમીના કારણે ૨૫થી વધુ લોકોના મોત થયા હતા અને ૩૮૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફિલિપાઈન્સમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ૨૨થી વધુ લોકોના મોત થયા છે જ્યારે તાઈવાનમાં ત્રણ લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર છેલ્લા એક સપ્તાહથી બંને દેશોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
તાઈવાનના ઘણા શહેરોમાં વીજળી પણ ખોરંભાઈ ગઈ છે. ત્યાંની શાળાઓ અને કોલેજો આગામી આદેશ સુધી બંધ કરી દેવાની ફરજ પડી છે.ગેમી વંટોળની અસર ચીનમાં પણ જોવા મળી રહી છે. ફુજિયન પ્રાંતમાં ફ્લાઈટ્સ અને ટ્રેનો આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.
અત્યાર સુધીમાં ૧.૫ લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.ચીનના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજધાની બેઇજિંગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દક્ષિણ ચીન સાગરમાં અનેક જહાજો ડૂબી જવાના અહેવાલો પણ પ્રાપ્ત થયાં છે. ભયાનક વંટોળ ગેમીના કારણે તાઇવાનના દક્ષિણ કિનારે એક જહાજ ડૂબી ગયું છે. તેના પર નવ ક્રૂ મેમ્બર હતા.
તાઈવાનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે કે દરિયાકાંઠે પલટી ગયેલા કાર્ગાે જહાજ ફુ શુન પર મ્યાનમારના નવ નાગરિકો સવાર હતા. આ સિવાય ફિલિપાઈન્સમાં ૧.૫ લાખ લિટર ક્‰ડ ઓઈલ લઈ જતું એમટી ટેરા નોવા ટેન્કર જહાજ ગુરુવારે સવારે લિમે શહેર નજીક ડૂબી ગયું હતું. તેના પર ૧૬ લોકો સવાર હતાં જેમને બચાવી લેવામાં આવ્યાં છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.SS1MS