Western Times News

Gujarati News

રાજકોટમાં NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશનમાં ૨૫ લોકોને બચાવી લેવામાં આવ્યા

ગામમાંથી નાના બાળક સહિતના તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પોતાનો જીવ બચી જતા ગામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

કરમાળ પીપળીયા ગામમાંથી ધાબા પર ચઢેલા ૨૫ લોકોને બચાવાયા

રાજકોટ,રાજકોટ જિલ્લામાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે કેટલાક ભાગોમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં શનિવારે ખાબકેલા ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, આવામાં રાજકોટના કોટડા સાંગાણીના કરમણ પીપળીયા ગામમાં ૨૫ લોકો ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ પહોંચી હતી. ટીમે તાત્કાલિક મહત્વના પગલાં ભરીને પાણીની વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. 25 people were rescued by the NDRF team in Rajkot

ગોંડલ પાસેના કોટડા સાંગાણી તાલુકાના કરમણ પીપળીયા ગામમાં ૨૫ લોકો ફસાયા હતા. આ વાતની સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી, જે બાદ ગોંડલ પ્રાંત અધિકારી અને NDRFની ટીમ કરમણ પીપળીયા ગામે દોડી ગઈ હતી. પાણીમાં ફસાયેલા લોકોનું ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે કોટડા સાંગાણી તાલુકાના પીપળીયા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જે બાદ નીચાણવાળા વિસ્તારોમાં નદી બે કાંઠે થઈ હતી.

કરમાળ પીપળીયા ગામમાં નદી બે કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનોમાં ૨૫ લોકો ફસાયા હતા. પાણીનું વધતું સ્તર જાેઈને તમામ લોકો મકાનની છત પર ચડી ગયા હતા. આ અંગે તંત્રને જાણ કરી હતી. જે બાદ NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. દોરડા અને માનવ સાકળ રચીને કરમણ પીપડીયા ગામમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા. ગામમાંથી નાના બાળક સહિતના તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

પોતાનો જીવ બચી જતા ગામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પોતાનો જીવ બચી જતા લોકોએ તંત્રનો તથા રેસ્ક્યૂ ટીમનો આભાર માન્યો હતો. તમામ લોકો જાનહાની વગર સુરક્ષિત રીતે બહાર આવતા ગામના સરપંચ અને તંત્રએ પણ રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આજના દિવસ પછી ગુજરાતમાં વરસાદના જાેરમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પૂર્વ-પશ્ચિમ ટ્રોફ ગુજરાત પરથી પસાર થઈ ગયા બાદ વરસાદના જાેરમાં ઘટાડો થશે, પરંતુ આગમી સમયમાં વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.