Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર ટૂરિસ્ટની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો

અમદાવાદ, અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરની અવર જવરમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડા જાન્યુઆરી મહિનાનાં છે જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪, ફિલ્મફેર એવોર્ડ્‌સ અને ઉત્તરાયણના કાઈટ ફેસ્ટિવલની અસર થઈ છે.

આ દરમિયાન ઘણા બધા સેલેબ્સ ફ્લાઈટથી અમદાવાદ આવ્યા હતા. અહીંથી પછી તેઓ પોતપોતાના ડેસ્ટિનેશન પર પહોંચ્યા હતા જેના પરિણામે અમદાવાદનું એરપોર્ટ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ અને દેશના સેલેબ્સથી ધમધમી ઉઠ્‌યું હતું.

જાન્યુઆરી મહિનામાં જોવા જઈએ તો અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ ૨,૦૦,૧૯૯ ઈન્ટરનેશનલ પેસેન્જર્સે મુસાફરી કરી હતી, જે ગયા વર્ષના જાન્યુઆરી મહિનાની સરખામણીમાં ૨૫% વધુ છે.

એક ડેટા પરથી જાણવા મળ્યું કે અહીં પેસેન્જરોની સંખ્યા કરતાં વધુ, આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટમાં પણ ૪૧% નો ઉછાળો જોવા મળ્યો હતો.

જે જાન્યુઆરી ૨૦૨૩મા ૧,૦૦૮થી વધીને જાન્યુઆરી ૨૦૨૪મા ૧,૪૨૦ થયો હતો. જાન્યુઆરી દરમિયાન, એરપોર્ટ સિક્યોરિટી ટીમે પેસેન્જરના લગેજનાં ૧.૬૫ લાખ પિસિઝનું સ્ક્રીનીંગ કર્યું હતું. આ દરમિયાન જે જે વસ્તુઓ બેન કરવામાં આવી છે એવી લગેજમાં મળતા ૨૨૧૫ બેગનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવાની ફરજ પડી હતી.

ઈન્ટરનેશનલ પેસેન્જરનાં સામાનમાં સૌથી વધારે સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણીબધી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી, તેમાં કોપરા (સૂકા નાળિયેર), બેટરી સેલ અને લાઇટરનો સમાવેશ થયો હતો. આ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે પેકિંગમાં વિલંબ થાય અને અસુવિધાઓ ટાળવા માટે તેમને પ્રતિબંધિત વસ્તુઓના પેકિંગથી દૂર રહેવાની જરૂર છે.

આ અંગે તેમણે ભારપૂર્વક સલાહ આપી હતી. સિટી એરપોર્ટ ઓપરેટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એર ઈન્ડિયા દ્વારા ગેટવિક (લંડન), મલેશિયા એરલાઈન્સ દ્વારા કુઆલાલંપુર, થાઈ એરવેઝ દ્વારા બેંગકોક, એર એશિયા દ્વારા ડોન મુઆંગ (બેંગકોક), હનોઈ અને વિયેતજેટ દ્વારા હો ચી મિન્હ સિટી અને અબુ ધાબી જેવા નવા પ્લેસની ડાયરેક્ટ ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી હતી.

આ નવા સ્થળોએ પ્રવાસીઓને લેઝર અને બિઝનેસ ટ્રાવેલ બંને માટે બહુવિધ વિકલ્પો પૂરા પાડ્યા છે. આંતરરાષ્ટ્રીય કાર્ગોમાં પણ બૂસ્ટ જોવા મળ્યો છે. તેમાં ડેડિકેટેડ કાર્ગો ટર્મિનલ સાથે, અમદાવાદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૪માં ૪,૨૫૧ સ્્‌ કાર્ગો હેન્ડલ કરવામાં સક્ષમ હતું,

જે ગયા વર્ષના સમાન મહિનામાં હેન્ડલ કરવામાં આવેલા કાર્ગો કરતાં ૨૦% વધુ છે. ચાલુ વર્ષ માટે, અમદાવાદ એરપોર્ટે ૩૮,૨૧૮ સ્્‌ ઈન્ટરનેશનલ કાર્ગોનું સંચાલન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી તુર્કીશ કાર્ગો દ્વારા કામગીરીને ફરીથી શરૂ કરવામાં પણ આ સિદ્ધિમાં ફાળો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.