25 ફાર્માસીસ્ટના લાઈસન્સ ભાડે આપવાના કારણે સસ્પેન્ડ

પ્રતિકાત્મક તસવીર
ભાડાના લાઈસન્સથી ચાલતી દવાની દુકાનો પર તવાઈ
ગાંધીનગર, શહેરમાં કોરોનાના સમયગાળામાં જ ફાર્માસીસ્ટના ભાડાના લાયસન્સ ઉપર મેડીકલ સ્ટોર્સ ધમધમી રહયા હોવાનું ફાર્મસી કાઉન્સીલ દ્વારા ભાડેથી લાયસન્સ આપનારા રપ ફાર્માસ્યુટીસ્ટને દંડ કરીને તેમના લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.
તેમ છતાં જાે ફુડ એન્ડ ડ્રગ વિભાગ તટસ્થ રીતે તપાસ કરે અને આવી દવાની દુકાનોના ભાડાના લાયસન્સ કેન્સલ કરવાની કામગીરી કરે તો આવી પ્રવૃત્તિ કાયમ માટે અટકી શકે છે.
રાજયમાં ૪પ હજારથી વધુ દવાની દુકાનો છે. તેમાંથી સંખ્યાબંધ ફાર્માસ્યુટીસ્ટ ભાડાના લાયસન્સ થકી ચાલી રહી હોવાનો આ માટે જાગૃતિ અભિયાન ચલાવતા ગુજરાત ફાર્માસીસ્ટ એસોસીએશનનો અંદાજ છે. ફાર્માસીસ્ટની હાજરી વીના ગેરકાયદે દવાનું વેચાણ થતાં દર્દીઓના આરોગ્ય સાસથે પણ ચેડાં થઈ રહયા છે.
અમદાવાદના ૪૪ જેટલા મેડીકલ સ્ટોર્સ સામે ફાર્મા.એસો. દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં તપાસ પછી એકલા વટવામાં જ રપ ફાર્માસીસ્ટને પાંચ હજાર રૂપિયાનો દંડ કરીને તેમના લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ મામલે વધુ ઉડાણપૂર્વક તપાસ કરે તેવી માગણી કરતા
એસો.ના પ્રમુખ રજનીકાંત ભારતીયોએ જણાવ્યું છે કે કોરોનાનું સંકટ તોળાઈ રહયું છે. ત્યારે આરોગ્યની સેવાઓ વધુ કાર્યક્ષમ થાય તેના બદલે કેટલાક લેભાગુ લોકો દ્વારા દવાની દુકાનો ચલાવાઈ રહી છે. તેના કારણે ભળતી દવા અપાઈ જાય તો લોકોના જીવનું જાેખમ સર્જાઈ શકે તેમ છે. છેલ્લા છ મહીનામાં ૪૦૦ જેટલા લાયસન્સ ભાડે આપતા ફાર્માસીસ્ટના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.