ડેબિટ કાર્ડ રીન્યુ કરાવવાના બહાને 25 હજારની ઠગાઈઃ ઓનલાઇન ઠગાઈની વધુ એક ફરિયાદ
(પ્રતિનિધિ) નડિયાદ, ડાકોરના એક હિસાબે ડેબિટ કાર્ડ લીધું પરંતુ તેઓ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા ગયા ત્યારે ઉપયોગ ના કરી શક્યા જ્યારે તેમના આ ડેબિટ કાર્ડ થકી ગઠીયા એ તેમના ડેબિટ કાર્ડ માંથી રૂપિયા ૨૫,૦૦૦ ની ખરીદી કરી રૂપિયા ચાવ કરી લીધા હોવાની ફરિયાદ ડાકોર પોલીસમાં નોંધાય છે
આ અંગે મળતી માહિતી મુજબ ડાકોરમાં ગંગાનગર સોસાયટીમાં રહેતા રાજવિરસિંહ લક્ષ્મણસિંહ વીરપુરા સોલંકી એ ગત તારીખ.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ મોબાઇલ ફોનથી કોટેક મહીન્દ્ર બેન્ક, કાલોલ શાખામાં ક્રેડીટ કાર્ડ મેળવવા માટે ઓનલાઇન અરજી કરેલ હતી. જે ક્રેડીટ કાર્ડ તારીખ.૩૦/૦૯/- ૦૨૩ ના રોજ ડાકોર મુકામેના સરનામે કુરીયર દ્વારા મળેલ હતું.
આ ક્રેડીટ કાર્ડનો પહેલી વખત ઉપયોગ તા. ૦૪/૧૦/૨૦૨૩ ના રોજ ડાકોર મુકામે આવેલ એસ્સાર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવતી વખતે કર્યો હતો ૫ણ કાર્ડ માંથી પૈસા ડેબીટ થયેલ ન હતા જેથી બેંકમાં ફરિયાદ કરી હતી અને પછી એક ફોન આવ્યો હતો અને બેંકમાંથી બોલું છું
તમારે તમારો ડેબિટ કાર્ડ રીન્યુ કરાવવાનું હોય ઓટીપી આપો એટલે તેમણે ઓટીપી આપ્યું હતું જો કે ત્યારબાદ પણ તેમનું કાર્ડનો ઉપયોગ થતો ના હોય તેમણે બેંકમાં જઈને રૂબરૂ વાત કરી હતી અને જણાવ્યું હતું કે મારા ડેબિટ કાર્ડ માંથી રૂપિયા ડેબીટ થતા નથીઅને દરેક વખતે ટ્રાજેક્સન ડીકલેન લખેલ મેસેજ આવે છે.
બેંકના કર્મચારીએ કોમ્પ્યુટરમાં કેડીટ કાર્ડની ડીટેલ નાખીને તપાસ કરતા આ ફ્રેડીટ કાર્ડથી તા.૦૪/૧૦/૨૦૨૩ ના રોજ રૂ.૨૫૦૦૦/- નુ પેમેન્ટ ફલીપકાર્ડ પેટે થયું હોવાનું જાણવા મળ્યું હતું પોતે કોઈ જાતના બિલ ચુકવે નથી છતાં રૂપિયા ૨૫૦૦૦ તેમની જાણ બહાર કોઈ ગઠિયો ઓનલાઈન ચીટીંગ કરી ગયો હોવાનું જાણવા મળતા તેમણે આ બાબતે ડાકોર પોલીસમાં ફરિયાદ આપી છે