૨૫ સપ્તાહની સગર્ભા સગીરને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી રાહત
નવી દિલ્હી, સગીર યુવતી પર તેના મોટા ભાઈ દ્વારા બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે તેની માતાને આ વાતની જાણ થઈ તો તેણે તેના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આ પછી છોકરાને બાળ સુધારણા કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો.
જ્યારે બાળકીનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે અને ૨૪ અઠવાડિયાની કાયદાકીય મર્યાદા પસાર થઈ ગઈ હોવાથી સગીરની માતાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં કોર્ટે માનવતાના ધોરણે ગર્ભપાતની મંજૂરી આપી હતી.
બોમ્બે હાઈકોર્ટે ૧૨ વર્ષની સગીર છોકરીને ગર્ભપાતની મંજૂરી આપી છે. તેણી ૨૫ અઠવાડિયાની ગર્ભવતી હતી પરંતુ આ વાતથી અજાણ હતી. તાજેતરમાં તેણીને ખબર પડી કે તે ગર્ભવતી છે અને ત્યારબાદ તેની માતાએ ગર્ભપાતની પરવાનગી માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
સામાન્ય રીતે, ગર્ભપાત માટે કાનૂની મર્યાદા ૨૪ અઠવાડિયા હોય છે, પરંતુ સગીરને ગર્ભાવસ્થાની જાણ થઈ ત્યાં સુધીમાં લગભગ ૨૫ અઠવાડિયા વીતી ગયા હતા.વકીલ એશ્લે કુશરની મદદથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ૨ મેના રોજ યુવતીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જ્યારે તેણીની તપાસ કરવામાં આવી, ત્યારે આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરને ગર્ભાવસ્થાની શંકા હતી.
મેડિકલ ટેસ્ટ બાદ આ વાતની પુષ્ટિ થઈ હતી. યુવતીએ તેની માતાને જણાવ્યું કે ઓક્ટોબરથી ઘરે કોઈ ન હતું ત્યારે તેનો મોટો ભાઈ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો.
સગીરની માતાએ અરજીમાં જણાવ્યું હતું કે પુત્રએ તેણીને (સગીરને) ઘરે જાતીય સતામણીની વિગતો શેર કરવા બદલ ગંભીર પરિણામોની ધમકી આપી હતી. તે જ દિવસે, માતાની ફરિયાદ પર, પુત્ર વિરુદ્ધ આઈપીસી અને પોસ્કો એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને તેને બાળ સુધારણા કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો.
૩ મેના રોજ સગીર છોકરીને પાલઘર સ્થિત બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ૪ મેના રોજ, તેણીને જેજે હોસ્પિટલમાં “૨૪ અઠવાડિયા અને ૫ દિવસ” ની ગર્ભાવસ્થા હોવાનું નિદાન થયું હતું. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સગીરની મેડિકલ તપાસ માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રિપોર્ટમાં સ્પષ્ટપણે ગર્ભાવસ્થાના તબીબી સમાપ્તિની ભલામણ કરવામાં આવી હતી અને અદાલતે એ પણ સ્વીકાર્યું હતું કે સગીર જાતીય હુમલાનો ભોગ બની હતી.
રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સગીર હજુ પણ એવી સ્થિતિમાં હતી જ્યાં તેણીનો ગર્ભપાત થઈ શકે, જેને કોર્ટે માનવતાના ધોરણે સ્વીકારી પણ લીધો હતો. રિપોર્ટ જોયા બાદ જસ્ટિસ સંદીપ માર્ને અને ડૉ. નીલા ગોખલેની ખંડપીઠે સગીરના ગર્ભપાતની મંજૂરી આપી હતી.SS1MS