“250 બાળ કલાકારમાંથી મારી પસંદગી થઈ તે બાબતે હું ભાગ્યશાળી છું,” તૃષા આશિષ સારડા

તૃષા આશિષ સારડા એન્ડટીવી પર બાલ શિવમાં દેવી કાત્યાયની તરીકે જૂનમાં પદાર્પણ કરશે. પ્રથમ પ્રોમોમાં દેવી કાત્યાયનીને રજૂ કરતાં જ તૃષાની બાળ પાર્વતી તરીકે ભૂમિકા માટે દર્શકો પાસેથી ભારે સરાહના કરવામાં આવી રહી છે.
આ વિશે બોલતાં બાળ કલાકાર તેની ભૂમિકા વિશે, રીલ અને રિયલ લાઈફમાં બાલ શિવ (આન તિવારી) અને દેવી પાર્વતી (શિવ્યા પઠાણિયા) સાથે વિશેષ જોડાણ વિશે રસપ્રદ વાત કરે છે.
1. તારી ભૂમિકા વિશે અમને કહેશે?
હું દેવી કાત્યાયનીનું પાત્ર ભજવી રહી છું, જેનો જન્મ તેના તપ પછી સાધુ કાત્યાયનના આશ્રમમાં થાય છે અને તે સર્વ શયતાનની વિનાશિકા માનવામાં આવે છે. તે દેવી દુર્ગાનો સૌથી શક્તિશાળી અવતાર છે, જે દેવી પાર્વતી દ્વારા અપાયેલા સિંહ પર સવારી કરીને મહિસુરનો નાશ કરે છે.
2. આ ભૂમિકા વિશે તને સૌથી વધુ શું ગમે છે?
મને હંમેશાં મારી માતા સાથે આ શો જોવાનો ગમ્યો છે. મને દેવી કાત્યાયનીની ભૂમિકા ભજવવાની તક મળ્યા પછી પણ હું ઘરમાં દેવી પાપ્વતી જેવો ડ્રેસ પહેરતી હતી. મારી માતા દેવી પાર્વતીના લૂકમાં મારી તસવીરો ક્લિક કરતી હતી. બાલ પાર્વતીની ભૂમિકા ભજવવી તે મારે માટે આશીર્વાદરૂપ છે. અભિનય મારે માટે એકદમ નવું છે, પરંતુ શોની આખી ટીમે મને વર્કશોપ પૂરા પાડ્યા તે માટે તેમની આભારી છું. મને દેવી કાત્યાયનીનું રૂપ ધારણ કરવામાં, ચોક્કસ રીતે ડાયલોગ બોલવામાં અને બાલ શિવ (આન તિવારી) સાથે અભિનય કરવાનું પણ સારું લાગે છે.
3. દેવી કાત્યાયનીની ભૂમિકા ભજવવાનું કેવું લાગે છે?
હું હંમેશાં શોના કલાકારોને મળવા માગતી હતી. જોકે હવે દેવી કાત્યાયનીની ભૂમિકા મને મળતાં ખુશીનો કોઈ પાર નથી. મારા ફ્રેન્ડ્સ અને સંબંધીએ મને પ્રોમો શરૂ થયો ત્યારથી અભિનંદન આપી રહ્યા છે. તેમણે મને કહ્યું કે હું બાલ પાર્વતી જેવી સુંદર દેખાઉં છું, જેથી મને બહુ ખુશી થાય છે અને ભારે રોમાંચિત છું.
4. શિવ્યા પઠાણિયા, દેવી પાર્વતી અને આન તિવારી, બાલ શિવ સાથે તારા જોડાણ વિશે કહેશે।
મેં પ્રોમો શૂટમાં સૌપ્રથમ શિવ્યાદીદી જોડે વાત કરી હતી. તે મારી બહુ સંભાળ લે છે અને મારી સરાહના કરે છે. તે મને તેની જેમ ડ્રેસ કરવામાં મદદ કરે છે. આન અને હું સારા ફ્રેન્ડ્સ બની ગયાં છીએ. હું આનની મોટી ચાહક છું અને હવે એકત્ર રમીએ, વાતો કરીએ અને ખાઈએ છીએ.
5. બાલ પાર્વતીની ભૂમિકા તને કઈ રીતે મળી?
મારી માતાએ પ્રોડકશન હાઉસને પૂછ્યું કે અમે બાલ શિવના સેટ્સ પર આવી શકીએ અને કલાકારોને મળી શકીએ કે કેમ. જોકે અમુક કારણોસર તે શક્ય બન્યું નહીં. તેણે દેવી પાર્વતીના લૂકમાં મારી તસવીરો પણ પ્રોડકશન હાઉસને મોકલી હતી. તેમણે બાલ પાર્વતીની ભૂમિકા ભજવવા માટે બાળ કલાકારનું ઓડિશન શરૂ કર્યું ત્યારે પ્રોડકશનમાંથી કોઈકને ટીમને મારી તસવીરો બતાવી અને મને ઓડિશન્સ માટે બોલાવવા સૂચન કર્યું. 250 બાળ કલાકારમાંથી મારી પસંદગી થઈ તે બાબતે હું ભાગ્યશાળી છું.
6. દર્શકોને તું શું કહેવા માગે છે?
કૃપા કરી તમારા ફેવરીટ બાલ શિવમાં દેવી કાત્યાયની તરીકે મને જુઓ અને તમારો પ્રેમ મારી પર વર્ષાવ કરો.