Western Times News

Gujarati News

ઊંધિયું એક કિલોની કિંમત ૨૫૦થી ૧ હજાર રૂપિયા

અમદાવાદ, ઉત્તરાયણ એટલે માત્ર પતંગ ચગાવવાનો આનંદ જ નહીં પરંતુ પરિવારના સભ્યો સાથે બેસીને ઊંધિયું, જલેબી, પુરી અને લીલવાની કચોરીની જયાફત માણવાની પણ મજા. ઉત્તરાયણ પર ઊંધિયું ખાવાનું ખાસ મહત્વ છે અને તેની સાથે જલેબી તો હોય જ.

ભાગ્યે જ તેવા ગુજરાતીઓ હશે જેમના ઘરે ઉત્તરાયણ પર ઊંધિયું ન બનતું હોય. ૧૪ જાન્યુઆરીની સવાર પડે એટલે લોકોના ઘરમાંથી ઊંધિયામાં પડતાં ગરમ મસાલાના સોડમ આવવા લાગે. જાે કે, કેટલાક લોકો બહારથી તૈયાર ઊંધિયું લાવવાનું પસંદ કરતાં હોય છે જેના કારણે કેટરિંગવાળાનો તહેવાર સુધરી જતો હોય છે.

આ વખતે ઉત્તરાયણ વીકએન્ડ પર આવી રહી છે અને તેથી સારો બિઝનેસ થવાની તેમને આશા છે. કેટરિંગવાળા અત્યારથી જ ઊંધિયાની તૈયારીમાં લાગી છે.

ત્યારે સ્થાનિક અખબાર અમદાવાદ મિરરના રિપોર્ટ પ્રમાણે, અલગ-અલગ પ્રકારના શાકભાજીમાંથી બનતાં આ સ્વાદિષ્ટ ઊંધિયાનો ભાવ પ્રતિ કિલોએ આ વખતે ૨૮૦ રૂપિયાથી માંડીને ૧ હજાર રૂપિયા સુધી છે. સરેરાશ કિંમત ૪૫૦ રૂપિયા રહેશે તેવી શક્યતા છે.

ઊંધિયું હવે સ્ટવ પર બનવા લાગ્યું છે. પરંતુ પહેલાના સમયમાં તે માટલામાં બનાવવામાં આવતું હતું. બટાકા તેમજ રીંગણ સહિતના શાકભાજીને મસાલાથી ભરવામાં આવતા અને તેને બહારથી લિંપેલા માટલામાં મૂકવામાં આવતા.

ત્યારબાદ માટલાને ઊંધુ પાડીને ચારેતરફ સૂકું ઘાસ ફેલાવવામાં આવતું અને તે સળગાવીને તેના આધારે અંદરના શાકભાજી શેકાતા હતા. સમય જતાં ઊંધિયું બનાવવાની માત્ર રીત જ નથી બદલાઈ પરંતુ તેમા વિવિધતા પણ આવી છે. મણિનગરમાં આવેલી મહેતા ચવાણા અને સ્વીટ કોર્નરના માલિક અંકિત મહેતાએ કહ્યું હતું કે ‘અમે પંજાબી તડકા ઊંધિયું બનાવી રહ્યા છે.

જેમાં ડુંગળી અને લસણની પેસ્ટની સાથે પંજાબી મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે ઊંધિયું સહેજ ગળ્યું હોય છે પરંતુ આ એકદમ ચટાકેાર લાગે છે.

દાસ ખમણના કો-ઓનર કુણાલ ઠક્કરે કહ્યું હતું કે ‘ઉત્તરાયણ પર ઊંધિયાની ડિમાન્ડને પહોંચી વળવા માટે અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમને તો કેટલાક પ્રી-ઓર્ડર પણ મળ્યા છે’. આ સિવાય તેમણે ઉમેર્યું હતું કે, પહેલા શાકભાજીને તળવામાં નહીં પરંતુ શેકવામાં આવતા હતા. હજી કેટલાક, દુકાનના માલિકો ઊંધિયું બનાવવા માટે શાકભાજીને બાફે છે અથવા તળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.