પ્રેમિકાએ દગો આપતા હાર્ટબ્રેક ઈન્શ્યોરન્સ ફંડ હેઠળ મળ્યા ૨૫,૦૦૦
નવી દિલ્હી, શું તમે ક્યારેય પણ હાર્ટબ્રેક થવા માટેના વીમા વિશે સાંભળ્યું છે? આ એક ટર્મ પોલિસી છે, જે નાણાંકીય લાભની સાથે સાથે બ્રેકઅપની અસર ઓછી કરે છે.
જાે તમારું લવ પાર્ટનર તમને ચીટ કરે અથવા લવ રિલેશનમાં કોઈ સમસ્યા આવે તો તમારું હાર્ટબ્રેક થાય છે, તો તે પરિસ્થિતિને વીમા હેઠળ કવર કરવામાં આવે છે.
આ વીમો એટલા માટે આપવામાં આવે છે કે, જાે તમે તમારા પાર્ટનરથી અલગ થઈ જાવ તો પણ તમને થોડી આશા રહે છે. એક વ્યક્તિએ આ પોલિસી હેઠળ આર્થિક લાભ મેળવ્યો છે અને બાબતને ઓનલાઈન શેર કરી છે. પ્રતિક આર્યને દાવો કર્યો છે કે, તેની પ્રેમિકાએ તેને દગો આપતા તેને ૨૫,૦૦૦ રૂપિયા મળ્યા છે. તેઓના રિલેશનની શરૂઆતમાં તેમણે જાેઈન્ટ એકાઉન્ટમાં સેવિંગ કરવાનું વિચાર્યું હતું.
દર મહિને ૫૦૦ રૂપિયા એકાઉન્ટમાં ભરવામાં આવતા હતા. બંનેએ નક્કી કર્યું હતું કે, જેની સાથે દગો કરવામાં આવશે, તે વ્યક્તિના ખાતામાં આ પૈસા જમા કરાવવામાં આવશે.
પ્રતિક આર્યન જણાવે છે કે, ‘મારી ગર્લફ્રેન્ડે મને દગો આપતા મને ૨૫,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. અમારા રિલેશનની શરૂઆત થતા જાેઈન્ટ એકાઉન્ટમાં ૫૦૦ રૂપિયા જમા કરાવવાનું નક્કી કર્યું હતું.
અમે ર્નિણય લીધો કે, જેને પણ દગો આપવામાં આવશે, તે વ્યક્તિ તમામ પૈસા લઈને જતો રહેશે. આ એક હાર્ટબ્રેક ઈન્શ્યોરન્સ ફંડ છે. ટિ્વટર આ પ્રકારની પોસ્ટ કરવામાં આવતા સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યૂઝરે કમેન્ટ કરી છે કે, મને નથી ખબર હાલમાં તમને કેવું લાગી રહ્યું છે? જાે તમને સારું લાગી રહ્યું છે, તો તેના માટે ખૂભ ખૂભ શુભકામનાઓ અને જાે તમને ખરાબ લાગી રહ્યું છે તો તેના માટે માફ કરજાે. અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, હું રોકાણ કરવા માટે વિચારી રહ્યો હતો, મને એવું લાગી રહ્યું છે કે, આ પોલિસીમાં સૌથી વધુ રિટર્ન છે.
કોઈ મારી સાથો કોલાબોરેશન માટે તૈયાર છે?’ અન્ય સોશિયલ મીડિયા યૂઝર જણાવે છે કે, ‘અત્યાર સુધીની આ સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે.’ તો બીજી તરફ એવી કમેન્ટ કરવામાં આવી રહી છે કે, ‘ભાઈએ ૪ વર્ષના રિલેશનને ૨૫,૦૦૦ રૂપિયામાં વેચી દીધું.
આ વાયરલ સ્ટોરીને માઈક્રો બ્લોગિંગ સાઈટ પર સાત લાખ કરતા વધુ વાર જાેવામાં આવી છે અને અગિયાર હજારથી વધુ લાઈક્સ મળી છે. આ ટિ્વટર યૂઝરે તેની પ્રેમિકાની ઓળખાણ જાહેર કરી નથી. એક યૂઝરે સવાલ પૂછ્યો હતો કે, તેઓ આ પૈસાનું શું કરશે? તેઓ જણાવે છે કે, આ પૈસાને બીજા સારા રિલેશનમાં રોકશે.SS1MS