Western Times News

Gujarati News

25 હજાર કરોડની કિંમતનું 2525 કિલો મેથામ્ફેટામાઇન પકડાયું

NCBએ સૌથી મોટું પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું-ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી NCB

(એજન્સી)નવી દિલ્હી, એનસીબીને મોટી સફળતા મળી છે. એનસીબીટી (NCB) ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. 2525 kg of methamphetamine worth 25 thousand crores was seized

ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં એનસીબીએ હજારો કરોડની કિંમતની નસીલી દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડ(એલએસડી)નો જથ્થો પકડ્યો છે.

એનસીબીના આ દરોડામાં દેશભરમાં ફેલાયેલી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન ઘણા ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરોડાને લઈને એનસીબીપ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહી છે.

ભારતીય નૌકાદળ સાથેના એક વિશેષ ઓપરેશનમાં ગયા મહિને એજન્સીએ કેરળના દરિયાકાંઠે એક બોટમાંથી ૨૫ હજાર કરોડ રુપિયાની કિંમતનું ૨,૫૨૫ કિલો મેથામ્ફેટામાઇન પકડી પાડ્યુ હતું. સંજય કુમાર સિંઘ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલએ તેને એજન્સી માટે મૂલ્યમાં સૌથી મોટી ડ્રગ જપ્તી ગણાવી હતી. Initial investigation has revealed that the LSD blots and imported marijuana were sourced from the United States, Poland and the Netherlands

એનસીબીઅને નેવીએ હિંદ મહાસાગરમાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. તેના નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ આ સૌથી મોટી જપ્તી છે. તે ઈરાનના ચાબહાર બંદરથી શરૂ થઈ હતી અને ડ્રગ્સનો સ્ત્રોત પાકિસ્તાન છે. સમુદ્રગુપ્ત નામનું સ્પેશિયલ ઓપરેશન ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ૪ હજાર કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. એનસીબીની ટીમે હજારો કરોડની કિંમતની એલએસડી રિકવર કરવા સાથે અનેક ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.