#25SaalBemisaal : મોદીકેરે 25 વર્ષ પૂરાં થવાની ઊજવણી કરી
નવી દિલ્હીઃ ભારતની પ્રથમ ડાયરેક્ટ સેલિંગ કંપની મોદીકેર લિમિટેડ ગ્રાહકોનાં જીવનમાં પરિવર્તન લાવવાનો અને તેમને આઝાદી આપવાનો મજબૂત વારસો ધરાવે છે. હવે તેણે આ ઉદ્યોગમાં 25 વર્ષ પૂરાં કરીને મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
દરેક ભારતીયને તેમનાં સ્વપ્ન સાકાર કરવા સક્ષમ બનાવીને ‘આઝાદી’ આપવાના વિઝન સાથે મોદીકેરની સફર શરૂ થઈ હતી. આજે, #25SaalBemisaalનાં મજબૂત વારસા સાથે મોદીકેર ભારતની અગ્રણી ડાયરેક્ટ સેલિંગ કંપની તરીકે ઊભરી છે અને દેશભરમાં લાખો લોકોનાં જીવનનું પરિવર્તન કરી રહી છે.
આ પ્રસંગે બોલતા મોદીકેર લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સમીર મોદીએ જણાવ્યું હતું કે, “મેં મારા દાદા રાય બહાદુર ગુજર મલ મોદી અને મારા પિતા કે કે મોદીના વારસાને આગળ ધપાવવા મારુ જીવન સમર્પિત કર્યું છે. દરેક ભારતીયને આઝાદી આપવાના વિઝન સાથે 1996માં મોદીકેરની સ્થાપના થઈ હતી.
આ 25 ભવ્ય વર્ષોમાં ભારતમાં ડાયરેક્ટ સેલિંગના પ્રણેતા તરીકે લાખો ભારતીયોનું સશક્તિકરણ કર્યું છે અને તેમને તેમના સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરી છે. આજે અમારા 50 લાખથી વધુ ડાયરેક્ટ સેલર્સ છે અને છેલ્લાં પાંચ વર્ષમાં 15 ગણાં વધ્યા છે. જો કે, આ તો માત્ર શરૂઆત છે અને અમે આગામી દાયકા માટે અમારી યોજના પર કામ શરૂ કરી દીધું છે.
ભારતમાં ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગમાં ડિજિટલ ક્રાંતિ આગળ ધપાવવા ઉપરાંત અમે વધુ એક મોટો કૂદકો મારવાનું આયોજન કર્યુ છે-આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ. અમે બ્રિટન, યુરોપિય સંઘ, દક્ષિણપૂર્વ એશિયા અને મધ્યપૂર્વ જેવા બજારોને લક્ષ્ય બનાવીશું અને લોકોનું સશક્તિકરણ કરવાના મોદીકેરના વારસાને વિશ્વ સમક્ષ લઈ જઈશું.”
આ પ્રસંગે બોલતા મોદીકેર લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાહુલ શંકરે જણાવ્યું હતું કે, “આજે અમારી પાસે દેશભરમાં 14 કેટેગરીમાં 300 વિશિષ્ટ પ્રોડક્ટ્સ, 700થી વધુ SKUs, 10,000થી વધુ ડિસ્ટ્રીબ્યુશન પોઇન્ટ્સ છે અને દર મહિને 2.5 લાખથી વધુ નવા ડાયરેક્ટ સેલર્સ ઉમેરાય છે. કોરોના મહામારીમા અમે શ્રેષ્ઠ કામગીરી કરી છે અને સિલ્વર જ્યુબિલી વર્ષમાં વેચાણમાં લગભગ રૂ. 5,00 કરોડનો વધારો થયો હતો.”
25માં સ્થાપના દિનની ઉજવણી કરવા મોદીકેરે બ્રાન્ડનાં વિઝનને પ્રદર્શિત કરતા નવા લોગોનું અનાવરણ પણ કર્યું છે. આ લોગો ડાયરેક્ટ સેલર્સને 25 વર્ષ આઝાદી આપ્યાનો અને વિશ્વાસ અને કાળજીનું વાતાવરણ પુરું પાડવાના શ્રેષ્ઠ પ્રયાસોનું સૂચક છે.
બ્રાન્ડે દેશભરના ડાયરેક્ટ સેલર્સને 25 વર્ષ આઝાદી આપવાની ઉજવણી અંગે વિશેષ વિડિયો પણ લોંચ કર્યો છે. વિડિયોમાં 25 વર્ષના સંસ્મરણોને વાગોળવામાં આવ્યા છે અને 1996માં સ્થાપનાથી અત્યાર સુધીના મજબૂત વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
25 વર્ષનાં સીમાચિહ્નના જોરે મોદીકેર તેના ડાયરેક્ટ સેલર્સની આઝાદીની અસાધારણ કથાઓ લોકો સુધી રજૂ કરશે જેથી તેમને પણ મોટાં સ્વપ્ન જોવાની અને કૂદકો મારવાની પ્રેરણા મળે.
મોદીકેર અંગેઃ મોદીકેર એ ભારતની અગ્રણી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાંની એક છે જે ભારતમાં ડાયરેક્ટ સેલિંગ ક્રાંતિમાં પ્રણેતા છે. આજે કંપની 50 લાખથી વધુ ડાયરેક્ટ સેલર્સ ધરાવે છે અને દર મહિને 2.5 લાખથી વધુ નવા ડાયરેક્ટ સેલર્સ જોડાય છે. મોદીકેર 14 કેટેગરીમાં 300થી વધુ પ્રોડક્ટ્સ અને 700થી વધુ SKUs ઓફર કરે છે. આ કેટેગરીમાં પર્સનલ કેર, વેલનેસ, સ્કિન કેર, કલર કોસ્મેટીક્સ, ફુડ એન્ડ બેવરેજીસ, હોમિયોકેર, ઓટો કેર, લોન્ડ્રી કેર, ટેકનોલોજી, જ્વેલરી, વોચ, ડિવાઇન, કન્ઝ્યુમર ગુડ્ઝ અને કૃષિનો સમાવેશ થાય છે. તે 10,000થી વધુ ડિસ્ટ્રીબ્યુશન પોઇન્ટ અને 50થી વધુ મોદીકેર સેન્ટર દ્વારા દેશભરમાં હાજરી ધરાવે છે.