26મી જાન્યુઆરીએ મોટા હુમલાનું ષડ્યંત્ર નિષ્ફળ, જૈશના 5 આંતકી શ્રીનગરથી ઝડપાયા
નવી દિલ્હી, પ્રજાસત્તાક પર્વ પર આતંકી હુમલાના મોટા ષડ્યંત્રને નિષ્ફળ કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પ્રજાસત્તાક દિવસે આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા. ન્યૂઝ એજન્સી મુજબ શ્રીનગર પોલીસે જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યૂલ્સનો ભાંડોફોડ્યો છે. ધરપકડ કરવામાં આવેલાં આતંકીઓ 26મી જાન્યુઆરીના રોજ ગ્રેનેડ હુમલો કરવાની ફિરાકમાં હતા. ઉલ્લેખનિય છે કે, હજુ થોડાં દિવસ પહેલાં જ ISના દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આતંકવાદીઓની વઝીરાબાદમાં ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ બાદ ગુજરાત ATSએ વડોદરામાંથી શંકાસ્પદ આતંકવાદી મહોમદ ઝફરની પણ ધરપકડ કરી હતી.