26 ઓગસ્ટથી બેંકના ટ્રાંજેક્શનના ટાઈમ બદલાઈ જશે
નવી દિલ્હી, ડિજિટલ ટ્રાંઝેક્શનના પ્રમોશન માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નેશનલ રિઅલ ટાઇમ ગ્રીસ સેટલમેન્ટ સિસ્ટમ (આરટીજીએસ) થી ટ્રાંજેક્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવે 26 ઓગસ્ટથી સવારે 8 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી આરટીજીએસ દ્વારા કરી શકાશે. રિઝર્વ બેંકે બુધવારે કહ્યું, “આરટીઆઈએસએસ સિસ્ટમના લોકો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે તે માટે આ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ નવા ટાઈમીંગને લીધો લોકોને બેંકીંગ કામમાં સુવિધાઓ ઉભી થશે.
26 ઓગસ્ટથી આરટીજીએસ RTGS સિસ્ટમના નવા ટાઈમ નીચે મુજબ છે.
સર્વિસ આરંભ- સવારે 7 વાગ્યાથી
કસ્ટમર ટ્રાંજેક્શન સમય- સાંજે 6 વાગ્યા સુધી
ઇન્ટર-બેંક ટ્રાંઝેક્શન સમય- સાંજે 7.45 pm
ઇન્ટ્રા-ડે લિક્વિડ્ટી (આઈડીએલ) રિવર્લ્સ સમય- સાંજે 7.45 થી 8 વાગ્યા સુધી
શું છે આરટીજીએસ?
આરટીજીએસ એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેલેંટમેન્ટ તે સિસ્ટમ છે તેના દ્વારા નાણાં ટ્રાન્સફર એક ખાતામાંથી બીજી બેન્કના અન્ય કોઈ એકાઉન્ટમાં નાણાં તરત જ થઈ જાય છે. વ્યક્તિગત ખાતાધારકો અને કંપની RTGS મારફતે નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં લગભગ 1 કલાકની અંદર જ કરી શકે છે. 2 લાખની રકમથી મોટી રકમ માટે RTGS થાય છે. અને તેનાથી નાની રકમ માટે IMPS અથવા NEFT કરી શકાય છે.
એનઇએફટી એક રિટલ પેમેન્ટ સિસ્ટમ છે. તે ગ્રાહકો માટે સવારે 8 વાગ્યાથી સાંજ સુધી 7 વાગ્યે ઉપલબ્ધ થાય છે. આ સુવિધા બેંકની રજાઓ અને મહિનાઓની બીજી ચોથા શનિવારના દિવસે કરી શકાતા નથી.