26 જાન્યુઆરીની પરેડમાં જોવા મળશે ફ્રાંસનું રાફેલ જેટ
નવી દિલ્હી, 26 જાન્યુઆરીએ થનાર ગણતંત્ર દિવસ પરેડમાં ઈન્ડિયન એરફોર્સના 41 એરક્રાફ્ટ ફ્લાઈ પાસ્ટનો ભાગ બનશે. વાયુસેના તરફથી આપવામાં આવેલ જાણકારીમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો મુજબ ફ્રેંચ જેટ રાફેલ પણ આ પરેડમાં સામેલ થશે. પહેલું રાફેલ જેટ આ વર્ષે મે મહિનામાં ભારત આવશે. પરેડને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારતીય વાયુસેના તરફથી આપવામાં આવેલી જાણખારી મુજબ કહેવામાં આવ્યું છે કે અમેરિકી ચિનહુક હૈવી લિફ્ટ હેલીકોપ્ટર્સ અને અપાચે અટેક હેલીકોપ્ટર્સ પણ પહેલીવાર પરેડમાં જોવા મળશે. અપાચે હેલીકોપ્ટર્સને પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું છે.
આ હેલીકોપ્ટર્સની સ્ક્વાડ્રન પંજાબના પઠાણકોટમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ગણતંત્ર દિવસ પરેડમાં જોવા મળશે તેમાં રાફેલ જેટ સિવાય કેટલીક અન્ય ખાસ વાતો હશે. આ પરેડમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર સિવાય જમીનથી હવામાં માર કરનાર આકાશ મિસાઈલ સિસ્ટમ અને અસ્ત્ર મિસાઈલ પણ જોવા મળશે. ફ્લાઈટ લેફ્ટિનેંટ ગગનદીપ ગિલ અને રીમા રાય વાયુસેનાના 148 સભ્યોવાળા દળનું નેતૃત્વ કરશે