26 જુલાઈના દિવસે ‘કારગિલ વિજય દિવસ’ કેમ મનાવવામાં આવે છે
વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું, જે મહત્વપૂર્ણ યુદ્ઘ માનવામાં આવે છે. કારગિલ યુદ્ધથી ઓળખાયેલા આ યુદ્ધને ભારતીય સૈન્યની વીરતા માટે કાયમ યાદ રાખવામાં આવે છે. 26 July- 22 years ago #OnThisDay in 1999, Indian Army soldiers turned all the odds against it & emerged victorious in the #KargilWar On #KargilVijayDiwas, nation salutes all the soldiers who fought for the pride of the country
ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ મે 1999માં શરૂ થયુ હતું જે બે મહિના સુધી ચાલ્યુ હતું. આ યુદ્ધમાં ભારતના 500થી વધુ જાંબાઝ જવાનો શહીદ થયા હતા. ‘ઓપરેશન વિજય’ની સફળતા બાદ આ દિવસને ‘વિજય દિવસ’ નામ આપવામાં આવ્યું. દુનિયાના ઈતિહાસમાં ‘કારગિલ યુદ્ધ’ સૌથી ઊંચાઈ પર થનારી યુદ્ધની ઘટનાઓમાંથી એક છે.
https://westerntimesnews.in/news/81921
‘કારગિલ વિજય દિવસ’ કેમ મનાવવામાં આવે છે કારણ કે, આ દિવસે એ શહીદોને યાદ કરવામાં આવે છે જેમણે હસતા મોંઢે પોતાના પ્રાણની આહૂતિ માતૃભૂમિની રક્ષા માટે આપી દીધી હતી. આ દિવસ એવા મહાન વીર સૈનિકોને સમર્પિત છે જેમણે પોતાનું જીવન આપણા સારા ભવિષ્ય માટે ન્યોછાવાર કરી દીધું.
કારગિલ યુદ્ધ દરમિયાન, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાને ઓળંગીને ઘૂસણખોરી કરી હતી. નિયંત્રણ રેખા પાસે બર્ફીલા દુર્ગમ વિસ્તાર આવેલા હતા જેના કારણે ભારતને પાકિસ્તાનની ઘૂસણખોરીનો ખ્યાલ આવી શક્યો નહીં. મેજર વિક્રમ બત્રાને પણ આ દિવસે કેવી રીતે ભૂલાય, યુદ્ધમાં મેજર વિક્રમ બત્રાને છાતી પર ગોળી વાગી હતી અને જેઓએ શહીદી વ્હોરી હતી. મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરાયુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ હતું કે, આ વર્ષે દેશ આઝાદીના ૭૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. તે આપણાં માટે ખૂબ જ મોટું સૌભાગ્ય છે કે જે આઝાદી માટે દેશે પ્રતીક્ષા કરી છે, તેના ૭૫ વર્ષનું હોવાના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. તમને યાદ હશે કે આઝાદીના ૭૫ વર્ષ મનાવવા માટે ૧૨ માર્ચે બાપુના સાબરમતી આશ્રમથી ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત થઈ હતી.
આ જ દિવસે બાપુની દાંડીયાત્રાને પણ પુનર્જીવિત કરવામાં આવી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરથી લઈને પુડુચેરી સુધી, ગુજરાતથી લઈને ઉત્તરપૂર્વ સુધી, દેશભરમાં અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમો ચાલી રહ્યા છે.