૨૬/૧૧નો મુંબઈ હુમલો કરનાર ત્રાસવાદીઓ ૧૪ વર્ષ પછી પણ સુરક્ષિતઃ જયશંકર
મુંબઇ, મુંબઈઃ સરહદ વટાવીને ભારતમાં આવતા ત્રાસવાદને રોકવામાં યુનો તદ્દન નિષ્ફળ રહ્યું છે અને ૨૬/૧૧ના મુંબઈ હુમલા કરનાર ત્રાસવાદીઓ આજે પણ સુરક્ષિત રહેલા છે, તેમ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઇકાલે યુનોની સલામતી સમિતિમાં સ્પષ્ટતઃ કહ્યું હતું.
યુનોની સલામતી સમિતિની કાઉન્ટર ટેરરિઝમ કમિટી સમક્ષ ભારતનો આક્રોશ ઠાલવતાં જયશંકર, મુંબઈની તાજમહાલ હોટેલમાં મળેલી તે સમિતિની ખાસ બેઠકને કરેલા સંબોધનમાં સાજિદ મીરનો ઓડીઓ રજૂ કર્યો હતો. જેમાં તે હોટેલ તાજ પર હુમલો કરનારને માર્ગદર્શન આપતો સ્પષ્ટતઃ સંભળાતો હતો.
એસ. જયશંકરનાં આ વિધાનોને પુષ્ટિ આપતાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિનકેને કહ્યું હતું કે અમે કેટલાએ ત્રાસવાદીનાં નામ નોંધી લીધા છે. યુનોના ૧૨૬૭ ક્રમાંકના ઠરાવ પ્રમાણે છે. દરેક સંબંધિત પક્ષકારોએ વિધિવત ત્રાસવાદી તરીકે તેઓના નામ જાહેર કરવા સંબંધે છે. આ ઠરાવને સ્વીકારવો તે સૌની ફરજ બની રહેશે. આતંકવાદી મીરતે લશ્કર-એ-તૈય્યબ નામક આતંકવાદી સંગઠનનો સભ્ય છે.
તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ઠરાવને ચીને વીટો વાપરી ઉડાડી દીધો હતો. તે હુમલાખોર પૈકીનો આતંકવાદી અજમલ કસાબ પકડાઈ ગયો હતો.
તેણે મુંબઈમાં ૨૦૦૮ના નવેમ્બરની ૨૬મી તારીખે (૨૬/૧૧) કરાયેલા આતંકી હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોનો હાથ હોવાનું કબુલ્યું હતું. તેમ છતાં ૧૪-૧૪ વર્ષ પછીએ પાકિસ્તાનને ગ્રે-લિસ્ટમાં મુકવાના યુનોના ઠરાવને ચીને વીટો વાપરી ઉડાડી નાખ્યો હતો.
આવી ઘટનાઓ (પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવાનાં ઠરાવને ઉડાડી દેવાની ઘટના) વારંવાર બને છે. વારંવાર ચીને તે સામેના ઠરાવ ઉપર વીટો વાપરી પોતાનાં પાલતુ તેવા પાકિસ્તાનને બચાવી લીધું છે. તેથી તો વડાપ્રધાન મોદીએ ખુલ્લે આમ જણાવ્યું હતું કે વીટો પાવર જ કોઈને હોવો ન જાેઈએ.
નહીં તો તે માત્ર સલામતી સમિતિના પાંચ કાયમી રાષ્ટ્રો પુરતો જ મર્યાદિત ન રખાતાં સૌને (ચૂંટાયેલા સભ્યોને પણ) મળવો જાેઈએ. ફરી ૨૬/૧૧ હુમલા ઉપર આવીએ તો તે હુમલા કરનાર ૧૦ આતંકીઓ પૈકીના અજમલ કસાબે જ જણાવ્યું હતું કે તે હુમલાની સાજીશ રચવામાં પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ અને એલ-ઇ-ટીનો સહસ્થાપક હાફીઝ સઇદ મુખ્ય કાવતરાખોર છે.
તે લશ્કરી અધિકારીઓ અને સઇદ મની લોન્ડરિંગ દ્વારા આતંકીઓને પૈસા પહોંચાડતો હતો તે પણ સર્વવિદિત બની રહ્યું છે. સઇદને પાકિસ્તાની અદાલતે ૩૩ વર્ષની સજા પણ ફટકારી હતી તેમ છતાં સઇદ અત્યારે પણ પાકિસ્તાનમાં મુક્ત રીતે હરે ફરે છે. અને કાવતરાં ઘડી રહ્યો છે. યુનોના ઠરાવોના ધજાગરા ઉડાડી રહ્યો છે.HS1MS