ભૂલથી ખાતામાં ૨૬ લાખ આવી ગયા, પાછા આપવાની ના પાડી દીધી
નવી દિલ્હી, નોઈડામાં એક વ્યક્તિ વિરુદ્ધ ૨૬,૧૫,૯૦૫ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે. એક ખાનગી બેંકે આ ગંભીર ગુણાનો આરોપ લગાવતા કેસ નોંધ્યો છે. ટેકનિકલ ખામીના કારણે બેંકે ભૂલથી આ રકમ આરોપી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
આરોપ છે કે વ્યક્તિએ આ રકમ તેના ખાતામાંથી તરત જ ચેક અને ઓનલાઈન માધ્યમથી ઉપાડી લીધી હતી.
પોલીસ સમક્ષ નોંધાયેલ ફરિયાદમાં ખાનગી બેંકના અધિકારી પંકજ બાંગરે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં નીરજ કુમાર નામના વ્યક્તિ સાથે રૂ.૫૮ હજારની સાયબર છેતરપિંડી થઈ હતી, જેમાં તાત્કાલિક ફરિયાદ આવતા, બેંક દ્વારા ૫૮ હજાર રૂપિયા ‘ફ્રીઝ’ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક કોર્ટના આદેશ બાદ, કુમાર દ્વારા છેતરપિંડી કરાયેલા નાણાં બેંક દ્વારા રૂપિયા તેમના ખાતામાં પરત કરવામાં આવ્યા હતા.
બેન્કનાં અધિકારીએ કહ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે બેંકમાંથી નીરજ કુમારના ખાતામાં ૫૮ હજાર રૂપિયાને બદલે કુલ ૨૬,૧૫,૯૦૫ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો કુમારે તરત જ ચેક દ્વારા રૂ. ૧૩,૫૦,૦૦૦ અને બાકીની રકમ અન્ય બેંક ખાતામાં ઓનલાઈન દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી.
આ મામલે પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જે કહ્યું હતું કે કે અધિકારી દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું હતું કે જ્યારે બેંકની વિજિલન્સ ટીમે તપાસ કરી તો સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી . અધિકારીએ કહ્યું કે નીરજ કુમારને બેંક દ્વારા પૈસા પરત કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેણે અપ્રમાણિકપણે રકમની ઉચાપત કરી હતી. SS1SS